Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાજપ મહિલા મોરચા દ્વારા સદસ્યા અભિયાન

રાષ્ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસાર સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત   શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ મોરચા અને સેલ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તેના ભાગરૃપે વોર્ડ નં. ૭ માં જયુબેલી શાક માર્કેટ ખાતે શહેર ભાજપ મહિલા મોરચા ઘ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, રમેશભાઈ દોમડીયા, ડો.દર્શીતાબેન શાહ, કીરણબેન હરસોડા, લીલાબેન રાવલ, રાજુભાઈ મુંધવા, મીનાબેન પારેખ, દક્ષાબેન શાહ, પ્રીતીબેન પાંઉ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)