Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ પોપટપરાના શખ્‍સને શંકાનો લાભ આપતી કોર્ટ

બચાવપક્ષના વકીલો અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ, ધીરૂભાઇ પીપળીયા

રાજકોટ તા. ૨૮ : રાજકોટના પોપટપરા વિસ્‍તારમાં રહેતા યુવાને સગીર યુવતીનું અપહરણ કરી બળાત્‍કાર કરવાના ગુનામાં શંકાનો લાભ આપી સેશન્‍સ કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

 આ કેસની ટુંકમા હકીકત એવી છે કે, ગઈ તા. ર૧/૧૧/ર૦૧૬ ના રોજ ફરીયાદીએ પોતાની સગીર વયની દીકરીને પોતાના વાલીપણા માંથી અપહરણ કરી લઈ ગયેલની અજાણીયા ઈસમ વિરૂઘ્‍ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદનાં આધારે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પોલીસ અધીકારીએ તપાસ કરયા બાદ આરોપી શંભુ દેવજીભાઈ ઉકેડીયાની પોલીસે અટક કરેલ હતી તેની કોર્ટ સમક્ષ રજુ કરી જેલ કસ્‍ટડીમા મોકલેલ અને ત્‍યારબાદ તપાસ પુર્ણ થઈ જતા તેમની સામે ચાર્જશીટ કરવામાં આવેલ હતુ.

આમ, ફરીયાદીએ પોતાની ફરીયાદમાં એવી હકીકત જણાવેલ હતી કે, ગઈ તા.૧૯/૧૧/ર૦૧૬ ના શનીવારના રોજ મારા રોજના સમય સવારે સાડા આઠ વાગ્‍યે રાજકમલ ફર્નીચર ખાતે નોકરી પર જવા નીકળી ગયેલ બાદ આશરે એક વાગ્‍યે વખતે મારી મોટી દીકરીનો ફોન આવેલ અને મને જણાવેલ કે ભોગ બનનાર દીકરી ઘરેથી સાડા અગીયારેક વાગ્‍યે નીકળી ઘરેથી ચાલી ગયેલ છે. બાદ હુ બપોરે ઘરે આવી આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યા મારી દીકરી ભોગ બનનાર દીકરી અંગે તપાસ કરાવતા મળી આવેલ નહી બાદ ગઈ કાલની મારા નણંદ સાથે મળી તપાસ કરતા બે દીવસથી તેનો કોઈ પતો મળેલ નહી જેથી મારી ભોગ બનનાર દીકરીનું કોઈ માણસે અપહરણ કર્યુ હોય તેમ લાગતુ હોવાથી આજરોજ આ બાબતે મારી દીકરીના અપહરણ થયા અંગે અજાણ્‍યા માણસ વિરૂઘ્‍ધ ફરીયાદ નોધાવેલ હતી.

પ્રોસીકયુશને પોતાનો કેસ સાબીત કરવા માટે કુલ-૧૬ જેટલા દસ્‍તાવેજી પુરાવા રજુ રાખેલ હતા તેમજ ફરીયાદી, ડોકટર, ભોગ બનનાર, સ્‍કુલના અધીકારી, પંચો, સાહેદો તથા પોલીસ અધીકારીઓ મળી આશરે ૧૪ જેટલા સાહેદો ની જુબાની લેવામાં આવેલ હતી.

બચાવ પક્ષે એવી પણ દલીલ કરવામાં આવેલ હતી કે, હાલના બનાવની ભોગ બનનારને આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને છેલ્લા ધણા સમયથી એકબીજાને ઓળખતા હોય જે અંગેની ભોગ બનનારે ડોકટર સમક્ષની હીસ્‍ટ્રીમા તથા પોલીસ સમક્ષ જણાવેલ હતુ જે હકીકતને પણ કોર્ટે ઘ્‍યાને લઈને આરોપીને છોડી મુકવો જોઈએ.

કોર્ટે ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષે દલીલો સાંભળ્‍યા બાદ કોર્ટે પોતાનો વિસ્‍તૃત ચુકાદો આપતા જણાવેલ હતુ કે, ફરીયાદ પક્ષ આરોપી સામેનો કેસ સંપૂર્ણ સાબીત કરવામાં નીષ્‍ફળ નીવળેલ છે. જેનો લાભ આરોપીને આપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ બચાવ પક્ષ તરફે રોકાયેલ એડવોકેટ અભય ભારઘ્‍વાજ એન્‍ડ એસોસીએટસ દ્રારા કરવામાં આવેલ દલીલ માન્‍ય રાખી આરોપીને તેમની સામેના કેસમાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપી શંભુ દેવજીભાઈ ઉકેડીયા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટસ તરફથી શ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, રોકાયા હતા.

(3:36 pm IST)