Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કાલાવડની બે વાહનચોરીમાં ફરાર પ્રિતેશ ઉર્ફ દકાને માલવીયાનગર પોલીસે પકડયો

મારૂતિનંદન નગરમાં રહેતાં આ શખ્‍સની અગાઉ રાજકોટના ત્રણ જુદા જુદા ગુનાઓમાં પણ સંડોવણી

રાજકોટ તા. ૩૦: કાલાવડ પોલીસ સ્‍ટેશનના વાહન ચોરીના બે ગુનામાં ફરાર શખ્‍સ મવડી મારૂતિનંદનનગર-૨ બ્‍લોક નં. ૫૦માં વિશ્વેશ્વર મંદિર પાછળ રહેતાં પ્રિતેશ ઉર્ફ દકો અલ્‍પેશભાઇ ગોટેચા (ઉ.૨૨)ને માલવીયાનગર પોલીસે દબોચી લઇ કાલાવડ પોલીસને સોંપ્‍યો છે.

મિલ્‍કત સંબંધી ગુના અટકાવવા અને પકડવાના બાકી હોય તેવા આરોપીઓને શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. મહેશભાઇ ચાવડા અને હિરેનભાઇ સોલંકીને મળેલી બાતમી પરથી પ્રિતેશ ઉર્ફ દકો ગોટેચાને પકડી લેવાયો હતો. તેના વિરૂધ્‍ધ અગાઉ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં વાહન ચોરીના બે ગુના નોંધાયા હોઇ તેમાં ફરાર હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ રાજકોટ તાલુકા પોલીસમાં મારામારી, માલવીયાનગરમાં જાહેરનામા ભંગ અને પ્ર.નગરમાં મારામારીના ગુના નોંધાયા હતાં.

ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના અંતર્ગત પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, અજયભાઇ વિકમા, દિગપાલસિંહ જાડેજા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, હિરેનભાઇ, ભાવેશભાઇ ગઢવી, અંકિતભાઇ નિમાવત, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી.

(3:37 pm IST)