Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાજપ અનુ. જાતી મોરચા દ્વારા સદસ્યતા અભિયાન

રાષ્ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસાર સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ મોરચા અને સેલ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.  તેના ભાગરૃપે વોર્ડ નં.૪ માં રોહીદાસપરા ખાતે શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી અને શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયેલ હતું. આ તકે શિક્ષણ સમિતિ સદસ્ય રવિ ગોહેલ, દિનેશભાઈ ેસોલંકી, જયસુખ બારોટ, શોભીત પરમાર, અનીલ શ્રીમાળી, નરેશભાઈ ચૌહાણ, રમેશભાઈ સાગઠીયા, પુષ્કર પરમાર, કાળાભાઈ સાગઠીયા, દિલીપભાઈ, લવજીભાઈ, જેઠાભાઈ, ભાણાભાઈ, પ્રવીણભાઈ, ચિરાગભાઈ, વિજયભાઈ, રવજીભાઈ ચૌહાણ, રતનબેન શ્રીમાળી, ગંગાબેન સાગઠીયા, હંસાબેન,  ગૌરીબેન સાગઠીયા, રેખાબેન સાગઠીયા, જયેશભાઈ ચાવડીયા, પ્રવીણભાઈ, ચંદુભાઈ સાગઠીયા, દિલીપભાઈ, કેશુભાઈ સાગઠીયા સહીતના જોડાયા હતા.

(3:38 pm IST)