Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ચુનારાવાડમાં મહેશ માલકીયા પરના હુમલામાં તેના સાળા જનક, સાસુ સહિત ૭ની ધરપકડ

એલસીબી ઝોન-૧ પીએસઆઇ વી. કે. ઝાલા, થોરાળા પીએસઆઇ જી. અસ. ગઢવી અને ટીમની કાર્યવાહી : લવેમેરેજ કરનારા કોળી યુવાને સાસરિયાના ત્રાસને લીધે ગઇકાલે આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો

રાજકોટ તા. ૨૮: ચુનારાવાડ-૭ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં મુકેશ જયંતિભાઇ માલકીયા (કોળી) (ઉ.૨૩) નામના યુવાને ગઇકાલે પોતાની પત્‍નિ મનિષા સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી પેટ્રોલ છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેણે મનિષા સાથે લવમેરેજ કર્યા હોઇ સાસરિયા પક્ષના લોકોએ પરમ દિવસે રાતે ઘરે આવી હીચકારો હુમલો કર્યો હતો. આ બનાવમાં થોરાળા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્‍યો હોઇ ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમ તથા થોરાળા પોલીસે મળી ગણતરીના કલાકોમાં ત્રણ મહિલા સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મહેશની ફરિયાદ પરથી પોલીસે જનક બારૈયા, નીમુબેન બારૈયા, જગદીશ બારૈયા, જયાબેન નરસી, વનરાજ, અશ્વિન, અરવિંદ, ભીમ ડાભી અને હંસાબેન ડાભી વિરૂધ્‍ધ રાયોટીંગનો ગુનો નોંધ્‍યો હતો. મહેશે બે વર્ષ પહેલા મહેશ બારૈયાની દિકરી મનિષા સાથે લવમેરેજ કર્યા હોઇ તે કારણે સાસરિયા સાથે મનદુઃખ ચાલતું હતું. જેનો ખાર રાખી પરમ દિવસે રાતે નવેક વાગ્‍યે તેનો સાળો જનક સહિતના ટોળકી રચીને આવ્‍યા હતાં અને મહેશ તથા તેના ભાઇ જોનેશ પર ધોકા-પાઇપથી હીચકારો હુમલો કર્યો હતો.

સતત હેરાનગતિથી કંટાળી ગયેલો મહેશ ગઇકાલે પત્‍નિ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્‍યો હતો અને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને અટકાવ્‍યો હતો. રાયોટીંગના ગુનામાં મહેશના સાળા જયનગર રણુજા મંદિર પાસે રહેતાં જનક મહેશભાઇ બારૈયા (ઉ.૨૧), સાસુ નીમુબેન મહેશભાઇ બારૈયા (ઉ.૪૮), મામાજી સસરા જગદીશ નરસીભાઇ સોલંકી (ઉ.૩૯-રહે. ગંજીવાડા), નાનીજી જયાબેન નરસીભાઇ (ઉ.૬૦), સાળા જનકના મિત્રો વનરાજ મોહનભાઇ અજાડીયા (ઉ.૨૧-રહે. ખોખડદળ), ભીમજી નરસીભાઇ ભલગામડીયા (ઉ.૪૨-રહે. મનહર સોસાયટી) અને હંસાબેન ભીમજી ભલગામડીયા (ઉ.૩૯-રહે. મનહર સોસાયટી)ને પકડી લીધા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવિરાજ પટગીર, દિવ્‍યરાજસિંહ ઝાલા, સત્‍યજીતસિંહ જાડેજા, દિનેશ વાળા સહિતે આ કામગીરી કરી હતી.

(3:39 pm IST)