Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પૂ.રણછોડદાસજી બાપૂ આશ્રમ ખાતે ગુરૃવારથી શ્રીરામ ચરિત માનસ નવાહ પાઠનો મંગલારંભ

રાજકોટ તા.૨૮: સદ્દગુરુ સદન ટ્રસ્ટ (પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિ નિમિત્તે અષાઢસુદ૧થી અષાઢ સુદ૯ સુધી તા.૩૦/૦૬/૨૦૨૨, ગુુરુવારથી તા.૦૮/૦૭/૨૨, ગુુરુવાર સુધી શ્રી રામ ચરિત માનસજીનાં નવાહ પાઠનું આયોજન નીજ મંદિર હોલ, શ્રી સદ્દગુરુ આશ્રમ ખાતે કરવામાં આવેલ છે.તા.૩૦ના ગુુરુવારે સવારે ૮.૩૦ વાગ્યે રામનવાહપાઠનો પ્રારંભ, શ્રીનીજ મંદિર હોલમાં થશે. તા. ૧ શુક્રવારે શ્રી રામજન્મોત્સવ, સવારે ૧૦.૧૫ વાગ્યે, શ્રી નિજ મંદિર હોલમાં, તા. ૨ શનિવારે શ્રી રામવિવાહ, સવારે ૧૧.૧૫ કલાકે, શ્રીનીજ મંદિર હોલમાં, તા.૦૮ શુક્રવારે શ્રી રામરાજયાભિષેક, સવારે ૮:૪૫ કલાકે શ્રી નિજ મંદિર હોલમાં રાખેલ છે.

વ્યાસપીઠ ઉપર વિદ્વાન શાસ્ત્રી, રામાયણી ચિત્રકૂટ ધામવાળા પુજય શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્યાસજી તેમની સુમધુર વાણી સાથે શ્રી રામાયણજીનાં નવાહપાઠનું સંગીતમયી શૈલીમાં રસપાન કરાવશે. શ્રી લઘુરામ યજ્ઞ તા. શુક્રવારે અષાઢ સુદ૯ના દિવસે, યજ્ઞ પ્રારંભઃ સવારે, ૯ કલાકે પૂર્ણાહુતીઃ બપોરે ૧.૩૦ કલાકે થશે.

શ્રી રામચરિત માનસજીનાં પાઠ નિમિત્તે ભારતભરમાંથી અસંખ્ય સંત ભગવાન ઉપસ્થિત રહે છે, તેમનાં અલભ્ય દર્શનનો લાભ લેવા સવારેઃ ૭થી ૮ બાલભોગ દર્ર્શન તથા બપોરે ૧થી ૨ ભંડારા દર્શન તથા સંત ભગવાનનું બ્યાવરૃ ભોજન રાત્રે ૮ વાગ્યે વિગેરે દર્શનનો અમૂલ્ય લાભ લેવા સદ્દગુરુ સદન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:43 pm IST)