Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

‘સ્‍વ. રતિભાઇ બોરીચા ચોક' નામ કરણઃ નોટબુક તુલા-લોકડાયરો

રામભાઇ મોકરીયા,ગોવિંદભાઇ પટેલ, ડો.ભરત બોઘરા, મેયર ડો.પ્રદિપ ડવની નોટબુક તુલા

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર ‘‘સ્‍વ. રતિભાઇ બોરીચા ચોક'' નામકરણનો પ્રસંગ સફળતા પૂર્વક યોજાઇ ગયો પદાધિકારીઓનું ઋણ સ્‍વીકાર કરવામાં આવ્‍યું.મેયર ડો. પ્રદિપભાઇ ડવ,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર ભાજપનો હવાલો સંભાળતા ડો. ભરતભાઇ બોઘરા સહિતના પદાધિકારીઓની ‘ નોટબુક તુલા' કરવામા આવી હતી.
આ પ્રસંગે વોર્ડ નં.૧૧ અને ૧૩ ના સ્‍વ. રતિભાઇ બોરીચાના સમર્થક સહયોગીઓ દ્વારા તમામ મંચસ્‍થ આગેવાનો ‘ભગવાન દ્વારકાધિશ'ની છબી આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શહેરના મવડી મેઇન રોડ, આનંદ બંગલા ચોકથી લક્ષ્મીનગર મેઇન રોડ તરફ જતા મેંગો માર્કેટ વાળી જગ્‍યાએ ‘‘સ્‍વ. રતિભાઇ બોરીચા ચોક'' નામકરણ અનાવરણ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને ઉદયભાઇ કાનગડ દ્વારા કરવામા આવ્‍યુ હતું.
આ પ્રસંગે મેયર ડો. પ્રદિપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજયસભાના સાંસદ, રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ભરતભાઇ બોઘરા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, પાર્ટી નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહજી વાળા, ઉદ્યોગપતિશ્રી શંભુભાઇ પરસાણા કોર્પોરેટર નિતિનભાઇ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, લીલુબેન જાદવ, વિનુભાઇ સોરઠીયા, રણજીતભાઇ સાટઠીયા, ભારતીબેન પાડલીયા, અહિર સમાજના આગેવાન અશોકભાઇ ડાંગર, બાબુભાઇ જીવાબાઇ સબાડ, હરિભાઇ ડાંગર,સંગઠનના હોદ્દેદાર કેતનભાઇ વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, ભરતભાઇ બોરીચા, સંજયભાઇ પીપળીયા, રાજુભાઇ માલધારી, હરસુખભાઇ માકડીયા, ફર્નાન્‍ડીઝભાઇ પાડલીયા, મુકેશભાઇ પંડિત, મુળુભાઇ ઓડેદરા, ધર્મેશભાઇ સોલંકી, મયુરભાઇ પરમાર, રાજેશભાઇ ચાવડા, મનિષભાઇ ચાવડા, રાજુભાઇ ખુમાણ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ આહિર, યોગેશભાઇ ધામેચા, વેલાભાઇ ગમારા, જીજ્ઞેષભાઇ અધ્‍યારૂ, જસ્‍મીનભાઇ માઢક, અંકુરભાઇ ધામેલીયા, પુજનભાઇ ઘોડાસરા, પ્રવિણભાઇ કાવડીયા, કિશનભાઇ કાલરીયા તથા વિવિધ સોસાયટીઓના આગેવાન  કિશોરભાઇ પાડલીયા, ભરતભાઇ મારવાણીયા,  દિગુભા ચાવડા, જીજ્ઞેશભાઇ કોઠારી, ધીરૂભાઇ કણસાગરા, મુન્નાભાઇ લાભદિપ, વિક્રમભાઇ વિઠલાણી, કપિલભાઇ પરસાણીયા, વિશાલભાઇ કાનપરા, શિવાભાઇ ગમઢા,  વિનોદભાઇ સભાયા, વિપુલભાઇ સાવલીયા, દિનેશભાઇ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
 વરસાદનું વાતાવરણ હોવા છતા આ પ્રસંગે યોજાયેલ લોક ડાયરામાં પુનમબેન ગોંડલીયા, તેમજ રાજભા ગઢવી ને સાંભળવા જન મેદની ઉમટી પડી હતી
આ પ્રસંગે ચંદુભાઇ શીંગાળા, પરસોત્તમભાઇ રામાણી અને લલીતભાઇ પરસાણાનુ સન્‍માન અશોક બગથરીયા દ્વારા કરવામા આવ્‍યુ હતું. અકિલા પ્રેસ  ફોટો ગ્રાફર અને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એસોશીયન પ્રમુખ અશોક બગથરીયાનું સન્‍માન વૈભવભાઇ બોરીચા દ્વારા કરવામાં આવ્‍યુ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સ્‍વ. રતિભાઇ રામભાઇ બોરીચા પરીવારના વૈભવભાઇ રાજુભાઇ બોરીચા, ચેતનભાઇ બોરીચા, જીજ્ઞેશભાઇ બોરીચા, અમરીશભાઇ બસીયા, દિનેશકુમાર ડાંગર, રવિકુમાર વાંક,  વિપુલકુમાર વાંક, મનોજકુમાર બસીયા, રોહિતભાઇ બોરીચા, સંજયભાઇ બસીયા, સાગરભાઇ બોરીચા, અરવિંદભાઇ મુરાશીયા, પરેશભાઇ સીતાપરા, કિશોરભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.
પદાધિકારીઓના ઋણ સ્‍વીકારમાં બે હજાર નોટબુક થી ‘નોટબુક તુલા' કરવામા આવી હતી આ લોક ડાયરામાં પ્રથમ વખત ‘ઘોર કરવા' (પૈસા ઉડાડવા)ની મનાઇ રાખવામાં આવી હતી અને આ પ્રસંગે જે અનુદાન મળ્‍યુ હતુ તે અનુદાન માથી ‘ સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના'મા ૦ થી ૭ વર્ષની દિકરીઓના પોષ્‍ટમા બચત ખાતા ખોલવામા આવશે. અને એ ખાતાની પાસબુક દિકરીઓના માતા-પિતાને પહોચાડવામાં આવશે તેમ શ્રી વૈભવભાઇ બોરીચાએ યાદીના અંતમાં જણાવ્‍યુ હતું.

 

(3:46 pm IST)