Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલ્લા થાન સ્‍ટેશન પર અને ઓખા-તુતીકોરીન વિવેક એક્‍સપ્રેસને સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર વધારાનું સ્‍ટોપેજ આપવામાં આવશે

રાજકોટ, ૨૮ :  મુસાફરોની સુવિધા માટે, પヘમિ રેલવેએ ટ્રેન નંબર ૨૦૯૧૩/૨૦૯૧૪ રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલ્લા એક્‍સપ્રેસને થાન સ્‍ટેશન પર અને ટ્રેન નંબર ૧૯૫૬૮ ઓખા-તુતીકોરીન વિવેક એક્‍સપ્રેસને સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે વધારાનું સ્‍ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા અનુસાર, ૩૦મી જૂન, ૨૦૨૨થી ઉપડનારી ટ્રેન નંબર ૨૦૯૧૩ રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલ્લા એક્‍સપ્રેસને થાન સ્‍ટેશન પર સ્‍ટોપેજ આપવામાં આવ્‍યું છે. આથી આ ટ્રેન થાન સ્‍ટેશને ૧૫.૫૯ કલાકે પહોંચશે અને ૧૬.૦૧ કલાકે ઉપડશે. એ જ રીતે, ૦૧ જુલાઇ, ૨૦૨૨ થી ઉપડનારી ટ્રેન નંબર ૨૦૯૧૪ દિલ્‍હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્‍સપ્રેસ થાન સ્‍ટેશન પર ૦૭.૩૫ કલાકે આવશે અને ૦૭.૩૭ કલાકે ઉપડશે.
આ ઉપરાંત ૧લી જુલાઈ, ૨૦૨૨ થી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૬૮ ઓખા-તુતીકોરીન વિવેક ને સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર સ્‍ટોપેજ આપવામાં આવ્‍યું છે. આથી આ ટ્રેન સુરેન્‍દ્રનગર સ્‍ટેશને ૦૭.૧૪ કલાકે આવશે અને ૦૭.૧૬ કલાકે ઉપડશે. તેવી જ રીતે, ૦૩મી જુલાઈ, ૨૦૨૨થી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૬૭ તુતીકોરીન-ઓખા વિવેક એક્‍સપ્રેસ સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર ૨૦.૨૫ કલાકે આવશે અને ૨૦.૨૭ કલાકે ઉપડશે.
ટ્રેનના સ્‍ટોપેજ, સમય અને માળખા વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કળપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા, માનનીય રાજ્‍ય મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુર્વેદ, યોગ અને પ્રાકળતિક ચિકિત્‍સા મંત્રાલય, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) ઉપરોક્‍ત બંને ટ્રેનોના સ્‍ટોપેજનું વર્ચ્‍યુઅલ રીતે ઈ-શુભારંભ કરશે.

 

(3:47 pm IST)