Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રામનાથપરા મુકિતધામે રવિવારે અસ્‍થિપૂજનઃ ૭મીએ હરીદ્વારમાં અસ્‍થી વિસર્જન

રાજકોટઃ મહાનગરપાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં તા.૧/૧/૨૦૨૨ થી ૩૦/૬/૨૦૨૨ જાન્‍યુઆરીથી જૂન માસ સુધી રામનાથપરા મુકિતધામમાં લાકડાવિભાગ અને ઈલેકિટ્રક વિભાગમાં જે પરિવારજનોનાં ઘરની વ્‍યકિત અવસાન થયેલ છે. તે તમામના તા.૩ જુલાઈએ રવિવારે સવારના ૮ થી ૧૦ સુધી રામનાથપરા મુકિતધામમાં સમૂહ અસ્‍થી પૂજન રાખેલ છે. જે વ્‍યકિતનું અવસાન થયેલ છે. તેમના પરિવારજનોએ અસ્‍થી પૂજન માટે તા.૩/૭ના લખ્‍યા મુજબ પૂજા માટેનો સામાન અગરબતી, ફૂલહાર, કંકુ- ચોખા સાથે લઈને પહોચવું પૂજા વિધિ માટે બ્રાહ્મણની વ્‍યવસ્‍થા સંસ્‍થા તરફથી કરવામાં આવેલ છે.

પૂજા કરવા આવનાર તામામને માસ્‍ક પહેરીને આવવા વિનંતી કરાઈ છે. જે વ્‍યકિત પોતાની રીતે અસ્‍થી હરિદ્વાર મુકામે અથવા અન્‍ય બીજે કયાય પધરાવવા માંગતા હોય તો તે વ્‍યકિતએ મુકતીધામમાં બે દિવસ પહેલા મુકિતધામમાં જાણ કરવી અને જે વ્‍યકિત જાણ ન કરી હોઈ તમામનાં અસ્‍થી તા.૭ જુલાઈના હરિદ્વાર મુકામે સવારના ૭ કલાકે અસ્‍થીઘાટ ઉપર સંસ્‍થાના હોદ્દેદારો ત્‍યાં અસ્‍થી વિસર્જન અને પૂજન કરશે. આ અંગેની માહિતી માટે રામનાથપરા મુકિતધામે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧- ૨૨૨૧૯૫૦ / ૨૨૩૭૯૦૦/ ૨૪૬૭૭૧૮ ઉપર સંપર્ક કરવા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મુકતીધામના ઈન્‍ચાર્જ રમેશભાઈ અકબરી અને મનસુખભાઈ ધંધુકિયાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)