Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

બુથ સશકિતકરણ અભિયાન દ્વારા નબળા બુથોને મજબુત કરાશે : મેરામણભાઇ ભાટુ

ભાજપ દ્વારા બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત યોજાઇ કાર્યશાળાઃ કાર્યકર્તાઓને માર્ગદર્શન

રાજકોટ : કેન્‍દ્રીય ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તમામ લોકસભા બેઠક તેમજ વિધાનસભા બેઠક વિસ્‍તારમાં આવતા વિસ્‍તારમાં આવતા નબળા બુથને મજબુત કરવા તેમજ બુથ વિશ્‍લેષણ માટે બુથ સશકિતકરણ અભિયાન કાર્યક્રમ આપવામાં આવ્‍યો છે. બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત પ્રદેશ સ્‍તરની  કાર્યશાળા સંપન્‍ન થયેલ છે.  ત્‍યારે બુથ સશકિતકરણ અભિયાનની કામગીરી અસરકારક અને સુચારૂ રીતે આયોજનબઘ્‍ધ થાય તેમજ આ કાર્ય વિશેષ ગતિથી થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટી મહાનગર અને જીલ્લા સ્‍તરની કાર્યશાળા શહેરની રાણીંગા વાડી ખાતે  પ્રદેશ ભાજપ અગ્રણી મેરામણભાઈ ભાટુની ઉપસ્‍થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,શહેર ભાજપ મહામંત્રી  કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, પ્રવીણભાઈ માંકડીયાની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી.આ તકે નિતીન ભુતએ મેરામણ ભાટુનું સન્‍માન કર્યુ હતું.   આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી મેરામણભાઈ ભાટુએ જણાવેલ કે બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને  રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ જે.પી.નડ્ડાજીની સૂચનાથી પાર્ટીના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ બૈજયંત જય પાંડાના નેતૃત્‍વમાં કેન્‍દ્રીય સમિતિની રચના કરવામાં આવી છે. ત્‍યારે આ અભિયાનને સરળ અને સુચારૂ અમલીકરણ સુનિશ્‍ચિત કરવા માટે સાંસદશ્રીઓ અને ધારાસભ્‍યશ્રીઓ દ્વારા રચાયેલી ટીમો નકકી કરેલા બુથના મુખ્‍ય મતદારો, પ્રભાવશાળી લોકો અને સ્‍થાનીક કાર્યકર્તાઓ સુધી પહોંચશે અને નબળા બુથોની તલસ્‍પર્શી માહિતી મેળવશે. તેમજ નબળા બુથોની માહિતી મેળવી મતદાતાઓનો આધારનો વ્‍યાપ વધારવામાં આવશે.  આ કાર્યશાળામાં શહરે ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રીઓ, કોર્પોરેટરો સહીતના ઉપસ્‍થિત રહયા છે. આ કાર્યશાળાને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનીલભાઈ પોરખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા એ જહેમત ઉઠાવી હતી.

(3:58 pm IST)