Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મનપાની ૯ લાઇબ્રેરીમાં ૧.૯ લાખ પુસ્‍તકો : વધુ બુક ખરીદાશે

કેનાલ રોડ, શ્રોફ રોડ તથા પેરેડાઇઝ હોલ વિસ્‍તારના પુસ્‍તકાલયોમાં બાળકો માટે રમકડા અને ગેમ્‍સ ખરીદાશે

રાજકોટ,તા.૨૮ : મનપાની આજે મળેલ સ્‍ટે. કમીટી મિટીંગમાં કેનાલ રોડ, શ્રોફ રોડ, નાના મોવા સર્કલ, જીલ્લા ગાર્ડન, પેરેડાઇઝ હોલ સામે હરતા ફરતા પુસ્‍તકાલય યુનિટ ૧ અને ૨ તથા ગાંધી મ્‍યુઝીયમ લાઇબ્રેરીમાં વધુ  ગુજરાતી, અંગ્રેજી, હિન્‍દી ભાષાના વિવિધ વિષયોના પુસ્‍તકો સભ્‍યો માટે ખરીદવા તથા કેનાલ રોડ, શ્રોફ રોડ, પેરેડાઇઝ હોલ સામે તથા ગોવિંદબાગ શાક માર્કેટ પાસે નવી લાઇબ્રેરીમાં ૨ થી ૧૪ વર્ષના બાળકોને વિવિધ પ્રકારના રમકડા, પઝલ્‍સ, ગેમ્‍સ ખરીદવા માટે દ્વીવાર્ષિક કોન્‍ટ્રાકટ મંજુર કરવામાં આવ્‍યો છે.

૯ પુસ્‍તકાલયોમાં ૩૨ હજાર જેવા સભ્‍ય દ્વારા લાભ લેવામાંં આવી રહ્યો છે. જેમાં  હાલ ૧.૯૦ લાખ વિવિધ વિષયોના પુસ્‍તકો ઉપલબ્‍ધ છે. જ્‍યારે ૩ લાઇબ્રેરીમાં ૬૫૦૦ હજાર જેવા બાળકો વિવિધ રમકડાઓ અને ગેમ્‍સનો લાભ  લઇ રહ્યા છે.

(4:05 pm IST)