Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલમાં ગુરૂવંદના

સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલ અને વિવેકાનંદ યુથ કલબના સંયુકત ઉપક્રમે ગુરૂપૂર્ણીમાની વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ સાદગીભેર ઉજવણી કરાઇ હતી. શહેરના પ સનિષ્ઠ શિક્ષકો અને શિક્ષણને સમર્પિત મહાનુભાવોને તેમના ઘરે જઇ સન્માનીત કરાયા હતા. તે અંતર્ગત સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના સંસ્થાપકો શ્રી ઉષાબેન જાની અને શ્રી ગુલાબભાઇ જાનીનું સન્માન કરવામાં આવ્યુ હતુ. મ્યુ. કોર્પો. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિતના અધ્યક્ષ સ્થાને અને જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલના અતિથિવિશેષ પદે યોજાયેલ આ સમારોહમાં અનુપમભાઇ દોશી, જનાર્દનભાઇ આચાર્ય, પંકજભાઇ રૂપારેલીયા, પરિમલભાઇ જોશી, હસુભાઇ શાહના હસ્તે પુષ્પહાર, ખેસ, શ્રીફળ, સાકર, પુસ્તક, વિવેકાનંદજીની છબી અને શાલ અર્પણ કરી સન્માન કરાયેલ તે સમયની તસ્વીર અહીં નજરે પડે છે. 

(2:46 pm IST)