Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મગફળી ૧૪રપ રૂ. અને સીંગખોળનો ભાવ પ૮,૦૦૦ રૂ.ની ઐતિહાસીક સપાટીએ...

ત્રણ વર્ષ પુર્વે મગફળીના ૧૪૦૦ રૂ.ના ભાવે સોદા પડયા'તા કપાસીયા ખોળમાં પણ ૧પ૦ રૂ. ર૦૦નો ઉછાળો

રાજકોટ તા. ર૮ : સૌરાષ્ટ્રનો ખરીફપાક ગણાતા મગફળીનો આજે ૧૪રપ રૂ.ની સર્વોચ્ચ ભાવે સોદા પડયા હતા જયારે મગફળીમાંથી જ બનતો સીંગખોળનો ભાવ પ૮૦૦૦ રૂ.ની નવી ઐતિહાસીક સપાટી સર કરી છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની ર,૦૦૦ ગુણીની આવકો થઇ હતી. મગફળી જાડી એકમણના ભાવ ૧૧રપ થી ૧૩૮૬ તથા મગફળી ઝીણી એક મણના ભાવ ૧૦પ૦ થી ૧ર૯પ રૂ.ના ભાવે સોદા પાડયા હતા જયારે મીલ ડીલીવરીમા મગફળી જાડી એક મણના ૧૪રપ  રૂ.ના ઐતિહાસીક ભાવે સોદા પડયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.ત્રણ વર્ષ પૂર્વે મગફળી ૧૪૦૦ રૂ.ના ભાવે વેચાઇ હતી. આજે મીલ ડીલીવરીમાં મગફળી જાડી ૧૪રપ રૂ.ઓલટાઇમ હાઇસપાટીએ સોદા પડયા હતા જો કે, મોટાભાગના ખેડુતોએ કપાસની જેમ મગફળી વેચી દિધા બાદ મગફળીના ભાવો વધ્યા છે.

મગફળીની સાથે મગફળીમાંથી જ બનતા સીંગખોળનો ભાવ પ૮૦૦૦ રૂ.ની ઐતિહાસીક સપાટી સર કરી હતી. ગઇકાલે સીંગખોળનો ભાવ ૪૬૦૦૦ રૂ. હતો તે વધીને આજે પ૮૦૦૦ રૂ. થયો હતો. સીંગખોળનો ઉપયોગ સોલવન્ટ પ્લાન્ટમાં મોટાપાયે થાય છે. તેમજ પોટરી ફાર્મ અને પશુચારામાં પણ થાય છે. સીંગખોળના પાડવરની વિદેશમાં જંગી નિકાશ થાય છે.

સીંગખોળની સાથે પશુચારામાં જેનો મોટાપાયે ઉપયોગ થાય છે. તે કપાસીયા ખોળમાં પણ તેજીનો તરખાટ જારી છે. કપાસીયા ખોળ પ૦ કિલો બોરીના ભાવમાં ૧પ દિ'માં ૧પ૦થી ર૦૦ રૂ.નો ભાવ વધારો થયો છે. કપાસીયા ખોળ (પ૦ કિલો)ના ભાવ અગાઉ ૧૪૦૦ થી ૧૮૦૦ રૂ.હતા તે વધીને ૧પ૦૦ થી ર૦૦૦ રૂ. થઇ ગયા છે. કપાસ અને કપાસીયા તેલના ભાવો વધતા આગામી દિવસોમાં કપાસીયાખોળના ભાવો હજુ પણ વધશે તેવો વેપારી સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(2:48 pm IST)