Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નવા ૧૫૦ ફુટ રોડ પર ટ્રકે સાયકલને ઠોકરે ચડાવતા ૧પ વર્ષના સાગરનું મોત

અકસ્માત સર્જી ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયોઃ પરીવારમાં આક્રંદ

રાજકોટ, તા., ૨૮: નવા દોઢસો ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોક પાસે સાયકલ પર જઇ રહેલા ૧પ વર્ષના કિશોરને ટ્રકના ચાલકે કચડી નાખતા કિશોરનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ એસી ફુટ  રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ તપાસે ફોનેકસ બીલ્ડીંગના પાર્કીગમાં રહેતા અને ચોકીદારી કરતા ગોપાલભાઇ રાવલભાઇ ગોરેરાવલ (ઉ.વ.૩૮)નો ૧પ વર્ષનો પુત્ર સાગર ગઇકાલે પોતાની સાયકલ લઇને રમવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે નવા ૧પ૦ ફુટ રીંગ પર ઠાકર ચોક અને પાટીદાર ચોક વચ્ચે પહોંચતા પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે ૧૦ એકસ ૮૭૮ર નંબરના ટ્રકના ચાલકે તેને પાછળથી હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાગર રાવલનું માથુ ટ્રકના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવ બનતા ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. મૃતક સાગર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તે નેપાળમાં હતો અને તા.ર૬ના સવરે જ તેના મામા સાથે રાજકોટ માતા-પિતા પાસે આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ. રાઠવા સહીતે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

(2:57 pm IST)