Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વધુ એક વખત કાનુની ટીપ્પણી થતા

તંત્ર દોડયુઃ ૭પ૭ હાઇરાઇઝડ બિલ્ડીંગોને ફાયર સેફટીની નોટીસ

ટી.પી.વિભાગે મંજુર કરેલા પ્લાન મુજબ ૧૧ ટીમો સ્થળ પર થઇ તપાસ કરશેઃ સાધનો ન હોય તો ૭ દિ'માં વસાવી લેવા તાકીદઃ ૯૩ હોસ્પીટલોને પણ અપાઇ નોટીસોઃ સ્કુલ-કોલેજ બિલ્ડીંગોમાં પણ બાદમાં થશે સર્વે

રાજકોટ તા. ર૮ : હોસ્પીટલોમાં આગ લાગવાના બનાવોને ટાંકીને હોસ્પીટલો, સ્કુલો તેમજ હાઇરાઝડ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો બાબતોની ટીપ્પણી હાઇકોર્ટ તેમજ સૂપ્રિમકોર્ટ દ્વારા એકથી વધુ વખત કરવામાં આવી છે તાજેતરમાંજ આ બાબતની ટીપ્પણીઓ થતા રાજકોટનું ફાયર બ્રીગેડ તંત્ર હરકતમાં આવ્યું છે અને તાબડતોબ ૭પ૭ હાઇરાઇઝડ બિલ્ડીંગોને ફાયર સેફટીના સાધનો અંગે નોટીસો આપવાનું શરૂ કર્યુ છે.

સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાં ૭પ૭ જેટલી હાઇરાઇઝડ બીલ્ડીંગો (૭ માળથી વધુ ઉંચાઇ વાળા) માટે ટાઉનપ્લાનીંગ વિભાગે મંજુરી આપી છ.ે આ માહીતીના આધારે ટી.પી.વિભાગના અધિકારીને સાથે રાખીને ''ફાયર બ્રીગેડ સ્ટાફની ૧૧ જેટલો ટીમો હાઇરાઇઝડ બિલ્ડીંગો શોધી ત્યાં ફાયર હોઝવાઇપ, વોટર હાઇફન એકટીમ્યુઝર પાણીનો સ્ટોરેજ, એલામાં'' ફાયર એકઝીટ વગેરે જેવા સાધનો સુવિધાઓ રાખવામાં આવ્યા છે કે કેમ ? તેની ચકાસણી કરશે અને જો સાધનો કે વ્યવસ્થા ન હોય તો નિયમ મુજબ જે -તે બિલ્ડરને કે તેના સંચાલકને ૭ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવા અન્યથા કાયદેસરના પગલા લેવા બાબતની નોટીસો આપવાની કામગીરી શરૂ કરાઇ છે.

આ ઉપરાંત આજ પ્રકારે ૯૩ જેટલી હોસ્પીટલોને પણ નોટીસો અપાઇ છે.

આ બધાની નોટીસની કામગીરી પૂર્ણ થયા બાદ સ્કુલ-કોલેજના બિલ્ડીંગો અંગે શિક્ષણાધિકારી પાસેથી માહીતી મેળવી ત્યા પણ ફાયર સેફટી અંગે સર્વે હાથ ધરી અને નોટીસો અપાશે તેમ જાણવા મળ્યું છે.(

(3:08 pm IST)