Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાના કૌભાંડમાં વધુ એક શખ્સ જાહીદની ધરપકડ

રાજકોટ, તા. ર૮ :  શહેરના આર.ટી.ઓ.માં બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાના કૌભાંડમાં પેરોલ સ્કવોર્ડ વધુ એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી પેરોલ ફરલો સ્કવોર્ડના પી.એસ.આઇ.એમ. એસ. અંસારી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદેવભાઇ પરમારને મળેલી બાતમીના આધારે લીંબડીના રબોલ ગામના જાહીદ ઇસબભાઇ ટીંબડીયા (ઉ.વ.રપ)ને પકડી લીધો હતો. આર.ટી.ઓ. માં ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાના કૌભાંડમાં જાહીદ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. 

(3:40 pm IST)