Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કનૈયા ચોક પાસે મોબાઇલની ચીલઝડપ કરનારા દિપક અને અસ્લમ પકડાયા

ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં જ બંનેને છોટુનગર પાસેથી દબોચ્યા

રાજકોટ,તા. ૨૮: રૈયા રોડ પર કનૈયા ચોક પાસે મોબાઇલની ચીલઝડપ કરી બાઇક પર ભાગેલા બે શખ્સોને ગાંધીગ્રામ પોલીસે છોટુનગર પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર કનૈયા ચોક તથા હનુમાન મઢી વચ્ચે બે શખ્સો મોટર સાયકલ પર આવી બાઇક ચાલકનો મોબાઇલ ઝંટવી નાશી ગયા હતા. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ, દિગ્વીજય સિંહ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ તથા દિનેશભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન કોન્સ. ગોપાલભાઇ, વનરાજભાઇ તથા દિગ્વીજયસિંહને મળેલી બાતમીના આધારે મોબાઇલની ચીલઝડપ કરનારા દિપક ઉર્ફે દિપકો ભરતભાઇ રાઠોડ (ઉવ.૨૯) (રહે. રૈયા ગામ મફતીયાપરા) અને અસ્લમ રફીકભાઇ શેખ (ઉવ.૨૯) (રહે. હીરામણનગર શેરી નં.૪ હનુમાન મઢી પાસે)ને છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી બાઇક સાથે પકડી લીધા હતા. 

(3:42 pm IST)