Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

JEE, NEETની પરીક્ષાના વિરોધમાં કોંગ્રેસઃ NSUIના ધરણાઃ ૨૯ની અટકાયત

કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આંદોલનઃ પરીક્ષાઓ મુલત્વી રાખવા તથા ૬ મહિનાની ફી માફીની માંગ

આંદોલન : કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં લેવાનાર નિટ અને જેઇઇ પરીક્ષાનો વિરોધ કરવા માટે શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઇ દ્વારા કલેકટર કચેરી ખાતે ઘરણા કરવામાં આવતા ર૯ આગેવાનો અને કાર્યકરોની અટકાયત પોલીસે કરી તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૮ : વર્તમાન કોરોના મહામારી ના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા નિટ અને જે ઈ ઈ ની સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજતા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવાનો ભય હોય આ બાબતના વિરોધમાં આજે ગુજરાતભરમાં કોંગ્રેસ સમિતિ અને એનએસવીઆઇ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયેલ જે અંતર્ગત રાજકોટ કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ની આગેવાની તળે ધરણા યોજાયા હતા આ ધરણાં દરમિયાન પોલીસે અશોક ડાંગર ગાયત્રીબા વાઘેલા,શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ  મનીષાબા વાળા  તથા પ્રદેશ અગ્રણી મહેશ રાજપુત સહિતના ર૯ આગેવાનો અને કાર્યકરની અટકાયત કરી હતી .

કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી ને લીધે જેઈઈ-નીટની પરીક્ષાઓ મુલતવી રાખવા તથા ૬ મહિનાની ફી માફીની માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને  એનએસયુઆઇ દ્વારા જિલ્લા વડા મથક કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, દિપ્તીબેન સોલંકી,  એનએસયુઆઇ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, ફ્રન્ટલ સેલ ચેરમેનો મનીષાબા વાળા, મુકુંદભાઈ ટાંક, વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુનજા, રાજેશભાઈ આમરણીયા, રણજિત ભાઈ મુંધવા, સંજયભાઈ લાખાણી, ભાવેશભાઈ ખાચરીયા તેમજ વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુનજા, કૃષ્ણદત્ત્।ભાઈ રાવલ, અલ્પેશ ટોપીયા, રાજેશભાઈ કાપડિયા, ગીરીશભાઈ દ્યરસંડિયા, રાજેશભાઈ કાચા, દિનેશભાઇ પટોળીયા, જગદીશભાઈ સખીયા, દીપુલભાઈ સાવલિયા, કોર્પોરેટરો દિલીપભાઈ આશવાણી, કોટપોરેટર પ્રતિનિધિ મનસુખભાઈ કાલરીયા, સંજયભાઈ અજુડીયા, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરિયાં, હારૂનભાઈ ડાકોરા તેમજ આગેવાનો ઠાકરશીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ,મથુરભાઈ માલવી, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રસિકભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગરૈયા, નારણભાઈ હિરપરા, નિલેશભાઈ ભાલોડી, રવિભાઈ ડાંગર વિગેરે ની પોલીસ દ્વારા અટક કરવામાં આવી.

(2:57 pm IST)