Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોઠારીયા ગામ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

શૈલેષ, તેજશ અને પીયુષની ધરપકડ : ભરત અને જયદીપની શોધ

રાજકોટ, તા. ર૮ :  શહેરનાં કોઠારીયા ગામ નજીક ઇંટુના ભઠ્ઠા પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે ગઢવીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ મહિપાલસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહીલ, વીરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રતાપસિંહ મોયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. બલભદ્રસિંહ, મહિપાલસિંહ અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે કોઠારીયા ગામ નજીક ઇંટુના ભઠ્ઠા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા શૈલેષ વિનુભાઇ ભલગામા (ઉ.વ.૩પ) (રહે. કેવડાવાડી-૧૦), સોરઠીયાવાડીના તેજસ હીરાભાઇ મેવાડાા (ઉ.વ.ર૮), લલુડીવોંકળી શેરી નં. ૩ના પીયુષ સુરેશભાઇ જાંબુડીયા (ઉ.વ.૩પ)ને પકડી લઇ રૂ. ૩ર૦૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે કોઠારીયા ગામના ભરત ભગવાનજીભાઇ રૂપારેલીયા અને જયદીપ ઉર્ફે જે કો મહેશભાઇ જાંબુડીયાની શોધખોળ હાથ ધરી છે.

(3:03 pm IST)