Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સ્ટેન્ડીંગ કમીટીએ ઉંચા ભાવે કોન્ટ્રાકટરો મંજુર કરતા પ્રજાની તિજોરીમાં ૧પ લાખનું નુકશાનઃ કોંગ્રેસ

ડી.આઇ. પાઇપ લાઇન, રસ્તાના પડખામાં પેવિંગ બ્લોક, ગોંડલ રોડ પર પાણીની પાઇપ લાઇન નાખવા સહિતની ૬ દરખાસ્તોમાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ, તા.ર૮ : આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં વિવિધ કોન્ટ્રાકટરો ઉંચા ભાવથી આપી પ્રજાની તિજોરીને ૧પ લાખ જેટલુ નુકશાન પણ પહોંચાડાયાના આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસના સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૧) એ કુલ ૬ જેટલી દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહે એક યાદીમાં જણાવ્યું હતું કે, જનભાગીદારી હેઠળ આવતી હાઇરાઇઝ સામે આવેલા કોઠારીયામાં ડી.આઇ. પાઇપલાઇન નાખવાના કામે રૂ. ૪ર,૪ર૦૦-૦૦નું એસ્ટીમેન્ટ મંજુર થયેલ છે. તેમની સામે વધારાના ૧પ.ર૧% વધુ ભાવ ચૂકવીને રૂ. ૪૮,૮૭,ર૦૮-૦૦ની આ દરખાસ્તમાં વધારાના રૂ. ૬,૪પ,ર૦૮-૦૦ ચૂકવવાના થાય છે તો આ વધારાની ટકાવરી ચૂકવીને આટલી મોટી રકમ ચૂકવાય છે. માટે વધારાના ચૂકવણા સામે મારો વિરોધ છે.

આ ઉપરાંત વોર્ડ નં.૪માં પ૦ ફુટ રોડ પાસે આવેલા મધુવન પાર્કની શેરીઓમાં સાઇડના પડખામાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવાના કામે રૂ. ૧૩,૯૧૦૦૦-૦૦ મંજુર થયેલ તેમની સામે વધારાના ૧૬.પ૦% વધુ ભાવ ચૂકવીને રૂ. ૧૬,ર૦,પપ૧-૦૦ના ખર્ચની આ દરખાસ્તમાં વધારાના રૂ. ર,ર૯,પ૧પ-૦૦ વધારાનું ચૂકવણું થાય છે તેમજ આ સીંગલ ટેન્ડર છે તો આ દરખાસ્તને રીટેન્ડર કરવી જઇએ. તેમજ આ વધારાના ચૂકવણા સામે પણ મારો વિરોધ છે.

તેવી જ રીતે વોર્ડ નં.ર૩માં પરફેકટ મારૂતી શો રૂમથી ગોંડલ રોડ પુનિતનગર સુધી ૪પ૦-૦૦ મી.મી. ડી.આઇ. પાઇપ લાઇન નાખવાના કામનું રૂ. ૩૮,૯ર૦૦૦-૦૦નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ વધારાના ૧૮% વધુ ભાવ ચૂકવીને રૂ. ૪પ,૯ર,પ૬૦ થાય છે તો વધારાના રૂ. ૭૦૦પ૬૦-૦૦ આ વધારા ચૂકવવાના થાય છે. આ દરખાસ્તમાં રીટેન્ડર થવું જોઇએ. આથી આ વધારાના ચૂકવણા સામે મારો વિરોધ છે.

આ ઉપરાંત અન્ય વહીવટી દરખાસ્તમાં વિરોધ દર્શાવયો હતો જેમાં શ્રી માધવરાય સિંધયા ક્રિકેટ ગ્રાઉન્ડ પરિસર ખાતે આવેલ સીમેન્ટ વિકેટો પ્રેકટીસ માટે રેસકોષ વિમન્સ ક્રિકેટ એકેડમી રાજકોટને ફાળવવા બાબતે જણાવવાનું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ લોકોને વિનામૂલ્યે ફાળવવું જોઇએ. આ ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ એવા લોકો કરવાના છે જે ભારતનું નામ ભવિષ્યમાં આગળ લાવી શકે માટે આ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમને વિનામૂલ્યે ફ્રી ઓફ ચાર્જ આપવું જોઇએ. તો ભાડા બાબતની આ દરખાસ્તનો મારો વિરોધ છે.

તેમજ કે.એસ. ડીઝલ લી. પાસેના રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશનથી હુક લોડર વાહનો દ્વારા નાકરાવાડી સાઇડ ખાતે કચરો પહોંચાડવાની કામગીરી તથા રીયુઝ ટ્રાન્સફર સ્ટેશનને લગતા તમામ કામગીરી સહિત વાહનનોનું તથા મશીરનરીનું ઓપરેશન તથા મેઇન્ટેશન્સની કામગીરીના કોન્ટ્રાકટરમાં મુદતના વધારા સામે જણાવવાનું કે આપણા એક માત્ર સીંગલ પાર્ટીને ટેન્ડર આપવામાં આવેલ છે તો શું રાજકોટમાં બીજી કોઇ એજન્સી આ બાબતની કામગીરી કરતી નથી કે શું ને આ સીંગલ પાર્ટીને શા માટે આપવામાં આવે છે. ? તેવો સવાલ છે તેમજ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેના રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશન ધી હુક લોડર વાહનો દ્વારા નાકરાવાડી સાઇડ ખાતે કચરો પહોંચાડવાની કામગીરી તથા રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશનને લગતા કોન્ટ્રા.ની મુદત વધારા બાબત આપણા આગળના પત્ર નં.૧૪૧ નાં પ્રમાણેજ છે. તે પણ સિંગલ પાર્ટીને આપવાની આ દરખાસ્ત છે કે તે ખરેખર શું બીજી એજન્સી નથી કે શું તો આ સીંગલ એજન્ટને આ કામગીરી આપવા સામે મારો વિરોધ છે.

આમ ઉપરોત વધારાના ખર્ચવાળી ૬.૪પ.ર૦૮ ર.ર૯,પ૧પ-૦, ૭૦૦પ૭૦ આ ત્રણેય દરખાસ્તમાં વધારાના રૂ.૧પ.૭પ,ર૮૩-૦૦ જેવી રકમ ચુકવવા આવે છે. તો આટલી મોટી રકમ કોના માટે છે? તેમજ બાકીની દરખાસ્તમાં સિંગલ પાર્ટીનેજ ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. તેવા સવાલો ઉઠાવીને ઘનશ્યામસિંહ આ દરખાસ્તોનો વિરોધ દર્શાવ્યો છે.

(3:33 pm IST)