Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વોર્ડ નં.૧૧નો વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ : ખાતમુહુર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧માં આવેલ પટેલનગર સોસાયટીમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ગ્રાન્ટમાંથી અને જનભાગીદારીથી પેવિંગ બ્લોક કામનો પ્રારંભ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને વિધાનસભા-૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, વોર્ડ પ્રમુખ સંજયભાઇ પીપળીયા, વોર્ડ મહામંત્રી હરસુખભાઇ માંકડીયાની ઉપસ્થિતિમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ્રવિણભાઇ પાઘડાર, મનહરભાઇ બાબરીયા, વિનુભાઇ સોરઠીયા, પ્રિતેશભાઇ ભુવા, મુકેશભાઇ પંડીત, ફર્નાન્ડીસ પાડલીયા, વોર્ડના કોષાધ્યાક્ષ રાજુભાઇ ભટ્ટ, ઉપરાંત સોસાયટીના પ્રમુખ મોહનભાઇ પાંભર, ઉપપ્રમુખ વિનુભાઇ અજાણી, મુકેશભાઇ ખુંટ, કલ્પેશભાઇ મેઘાણી, જેન્તીભાઇ ત્રિવેદી, ચેતનભાઇ ઘાડીયા, સુરેશભાઇ ઘેલાણી, વિજયભાઇ મારકણા, જગદીશભાઇ ડોબરીયા, જગદીશભાઇ ચોવટીયા, મનસુખભાઇ બાંભોડીયા, મીતુલભાઇ દોંગા સહિતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:34 pm IST)