Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મણીયાર હોલનું રીનોવેશન ઝડપી પુર્ણ કરોઃ ઉદિત અગ્રવાલની લાલ આંખ

સેન્ટ્રલ ઝોનના નવા ઇએસઆર-જીએસઆર લેંગ લાઇબ્રેરી, નર્સરી સહીતના વિવિધ પ્રોજેકટની મુલાકાત લેતા મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા., ૨૮: શહેરના ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સેન્ટ્રલ ઝોનમાં ચ્લ્ય્-ઞ્લ્ય્ અને ભ્લ્ ની મુુલાકાત કરી હતી, જેમાં જિલ્લા ગાર્ડન હેડ વર્કસ ખાતે અમૃત યોજના હેઠળ નિર્માણાધીન નવા ચ્લ્ય્-ઞ્લ્ય્ અને ભ્લ્, ગુરુકુળ હેડ વર્કસ ખાતેના મટીરીયલ લેબોરેટરી પરીક્ષણની તેમજ ચ્લ્ય્-ઞ્લ્ય્ અને ભ્લ્ અને જયુબેલી હેડ વર્કસ ખાતેના ચ્લ્ય્-ઞ્લ્ય્ અને ભ્લ્, શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ, લેંગ લાઈબ્રેરી અને જયુબેલી ગાર્ડન, નર્સરીની મુલાકાત કરી હતી, અને ચાલુ પ્રોજેકટના કાર્યો સમયસર ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી. વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ જિલ્લા ગાર્ડન ખાતે અમૃત યોજના હેઠળ નિર્માણાધીન નવા ચ્લ્ય્-ઞ્લ્ય્ અને ભ્લ્ ની કામગીરીનું નિરીક્ષણ કરી ઝડપથી કામ પૂરું કરવા તેમજ ડી.આઈ. પાઈપલાઈનના કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પણ સુચના આપી હતી, ત્યાં જ ડો. આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની પણ વિઝીટ કરી હતી.

 ગુરુકુળ હેડ વર્કસ ખાતેની વિઝીટ દરમ્યાન ESR-GSR અને PS¨À મુલાકાત તેમજ નવું આધુનિક મટીરીયલ ટેસ્ટીંગ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ઝડપી આગળ ધપાવવા સુચના આપેલ હતી.જયુબેલી ગાર્ડન ખાતે મ્યુનિ. કમિશનરશ્રીની મુલાકાતમાં ESR-GSR અને PS¨Ç સ્ટ્રેન્થેનીંગ(મજબુત કરવા) કરવા સુચના આપી હતી, જેનાથી પાણી લીકેજની સમસ્યા હલ થઇ જશે તેમજ લેંગ લાઇબ્રેરી, મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન અને નર્સરીની પણ તેમણે વિઝીટ કરી હતી. મણીયાર હોલને રીનોવેશન કરવા અંગેની કામગીરી ઝડપથી આગળ ધપાવવા સુચના આપી હતી.

આ મૂલાકાતમાં સિટી એન્જી. એમ. આર. કામલીયા પી.એ. (ટેક.) ટુ કમિશનર આર. આર. રૈયાણી, ડાયરેકટશ્રી ગાર્ડન અને પાર્કસ ડો. કે.ડી. હાપલીયા, નાયબ એકસી. એન્જી. ગોપાલ સુતરીયા, કિશોર દેથારીયા, શ્રી ખખર, શ્રી પટેલીયા, શ્રી વસાવા તેમજ એ.એ.ઇ. પિયુષ દવે તેમજ સંબંધિત સ્ટાફ હાજર રહ્યા હતા.

(3:35 pm IST)