Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મેટોડા જીઆઇડીસીમાં પ લાખની રોકડની ચોરી

ગીરીરાજ મીલ્ક પ્રોડકટની ઓફીસના તાળા તોડી બે તસ્કરો રોકડની ઉઠાંતરી કરી ગયાઃ બન્ને તસ્કરો સીસીટીવીમાં કેદ

રાજકોટ તા. ર૮ :.. શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઇડીસીની ફેકટરીમાં ઓફીસના તાળા તોડી તસ્કરો પ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. બે તસ્કરો સીસી ટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ પાસે આવેલ ગીરીરાજ મીલ્ક પ્રોડકટ નામની ફેકટરીના ઓફીસના તાળા તૂટેલ જણાતા ફેકટરીના માલીકએ લોધીકા પોલીસને જાણ કરતા પીએસઆઇ એચ. એમ. ધાંધલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તસ્કરો ઓફીસના તાળા તોડી પ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. ચોરી કરનાર બન્ને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. લોધીકા પોલીસે ફેકટરીના માલીકની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ કરી બન્ને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

(3:37 pm IST)