Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભાદર-૧ ડેમના ૧૭ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા : હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ : ભાદર - ૧ ડેમ ના ઉપરવાસમા ભારે વરસાદના કારણે  ડેમમાં ૨૧૯૮૩ ક્યુસેક પાણી ની આવક ચાલુ છે ૨૧૯૮૩ ક્યુસેક પાણી છોડવામાં આવે છે હાલ ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે અને ડેમના ૧૭ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવ્યા છે.

આથી ભાદર-૧ ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભક્તિ અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

(6:27 pm IST)