Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

૬૦થી વધુ બહેનોએ ચક્ષુદાન સંકલ્પ પત્ર ભર્યા

રાજકોટઃ તાજેતર માં જૈન સોશ્યિલ ગ્રુપ સંગીની રાજકોટ મિડટાઉન, લેડીઝ વિંગ દ્વારા હાઉઝી, ગેમ સાથે ડિનરનો ૨૫૦ વધુ સભ્ય બહેનો માટે કાર્યક્રમ યોજાય ગયો. આ કાર્યક્રમમાં ચક્ષુદાન  અંગે બહેનોમાં જાગૃતિ આવે તે અંગે ફેડરેશન આઈ ડોનેશન ડ્રાઈવના ચેરમેન ઉપેનભાઈ મોદી અને ફેડરેશન ના આઈ.ડી. શ્રી નિલેશભાઈ કામદાર  દ્વારા ચક્ષુદાન અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ. ૬૦ વધુ બહેનોએ ચક્ષુદાન સંકલ્પ પત્ર ભર્યા હતા. સંગીની ગ્રુપના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ટોળીયા એ સ્વાગત પ્રવચન  કાર્યક્રમનું સંચાલન ગ્રુપના મંત્રી શ્રીમતી મીરાબેન દોશીએ  અને સંગીની ચેર કન્વીનર શ્રીમતી સેજલબેન દોશી તથા  ગ્રુપના તત્કાલીન  પ્રમુખ જાગૃતિબેન લાખાણી  વગેરે એ જહેમત ઉઠાવી હતી. રાજકોટ માં ચક્ષુદાન માટે સંપર્ક કરો. મો. ૯૮૨૪૦  ૪૩૧૪૩, ૯૪૨૮૨  ૩૩૭૯૬ 

(2:40 pm IST)