Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શહેરના હેરીટેજ સ્થળોની જાળવણી જરૂરી : તુરંત સમારકામ કરાવો : ડો. દર્શિતાબેન શાહ

રીનોવેશન કરી આજની યુવા પેઢી માટે સાંસ્કૃતિક વારસાની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા ડે.મેયરે મ્યુ. કમિશનરને પાઠવ્યો પત્ર

રાજકોટ તા. ૨૮ : શહેરમાં આવેલ હેરીટેજ સ્થળોને જરૂર જણાય રીપેરીંગ તેમજ રીનોવેશન કરી પુનઃ ડેવલોપ કરવા સંદર્ભ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરેલ છે.

ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે જણાવેલ છે કે, રાજકોટ શહેરમાં સાંસ્કૃતિક વારસા સમાન રાજકોટ શહેરમાં ઘણી ઐતિહાસિક ઈમારતો અને સ્થળો આવેલા છે. આ હેરિટેજ સ્થળો જે આજની યુવા પેઢી માટે આદર્શ બની રહે તેમજ તેમને પણ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે.

રાજકોટ શહેરની ગરીમા એવી આવી હેરીટાઈજ સાઈટોને જરૂર જણાય રીપેરીંગ તેમજ રીનોવેશન કરી પુનૅં ડેવલોપ કરવી જરૂરી છે. જેથી આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધુ જાગૃત થાય તેમજ આપણો સાંસ્કૃતિક વારસો પણ ઉજાગર થાય તે માટે કાર્યવાહી કરવી જરૂરી છે. તેમજ રાજકોટ શહેરના લોકોને નવીન નઝરાણું મળી રહે અને તેઓ વધુને વધુ માહિતગાર થાય અને આવા સ્થળોની મુલાકાત લ્યે તે જરૂરી છે. જેથી આવા હેરીટેજ સ્થળોને ડેવલોપ કરી તેમજ હેરીટેજ વોક બનાવો જરૂરી છે. લોકો સાંસ્કૃતિક વારસા પ્રત્યે વધુ ને વધુ માહીતગાર થાય.જેથી આવી હેરીટેજ સાઈટોને પુનઃ ડેવલોપ કરી અને બહોળો પ્રચાર પ્રસાર થાય તે બાબતો ધ્યાને લઈ સત્વરે કાર્યવાહી કરવા ડેપ્યુટી મેયરડો.દર્શિતાબેન શાહે રજુઆતમાં જણાવેલછે.

(2:43 pm IST)