Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગાંધીગ્રામ પાસેના મોચીનગરમાં અશાંત ધારાના રપ થી વધુ દસ્તાવેજો અટકી પડ્યા : મહિલાઓ ઉમટી પડી

પોલીસ અને કલેકટર તંત્ર મંજુરી નહિ આપતા હોવાની રાવ : ગાંધીનગર સુધી રજૂઆતો

રાજકોટ, તા. ર૮ : રાજય સરકારે રાજકોટની ર૮ સોસાયટીઓમાં ગયા વર્ષે અશાંતધારો લાગુ કર્યો, પરંતુ તેમાં હિન્દુ-મુસ્લી વચ્ચેની વ્યવહારોને મંજુરી અપાતી ન હોય ભારે દેકારો મચી ગયો છે, આવા અને કિસ્સા બહાર આવ્યા છે, થોડા દિવસો પહેલા પિતા-પુત્ર કલેકટર કચેરીએ રજુઆતો માટે દોડી આવેલ, આજે આવા અનેક કિસ્સા બહાર આવ્યા હતા.

ગાંધીગ્રામના મોચીનગરમાં અશાંતધારો લાગુ પડયો છે, આજે ત્યાંની ૮ થી ૧૦ મહિલાઓ કલકેટર કચેરીએ દોડી આવેલ અને પત્રકારોને જણાવ્યું હતું કે અમે અમારા મકાનો મુસ્લીમ પક્ષકારોને વેચ્યા છે, પરંતુ ૩ થી ૪ મહિના વિતી ગયા છતાં પોલીસ તંત્ર અને કલેકટર તંત્ર મંજુરી આપતુ નથી, આ મહિલાઓ જણાવેલ કે આવા કુલ ૩૦ જેટલા દસ્તાવેજ અટકી પડ્યા છે. તેમણે જણાવેલ કે અને લેખીતમાં પણ કલેકટરશ્રીને આપવાના છીએ, આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને અને ગાંધીનગર સુધી રજુઆતો ફરીયાદો કરી છે, દસ્તાવેજોની અરજી ફાઇલોને મંજુરી ન અપાતી હોય અમારા તમામ મહત્વના કામો અટકી પડ્યા છે. 

(2:45 pm IST)