Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુચિત નગર રચના યોજના નં. ૭૭

વાજડી ગઢના જમીન માલિકોની સભા યોજાઇ

સુચીત ટીપી સ્કીમ અંગે માહિતી અપાઇ : લોકો ૧ મહિના સુધી વાંધા-સુચનો આપી શકશે

રાજકોટ,તા.૨૮: શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા વિકાસ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના ભાગરૂપે સૂચિત નગર રચના યોજના નં. ૭૭ (વાજડી ગઢ)માં સમાવિષ્ટ જમીન માલિકોને આ સૂચિત ટીપી સ્કીમ અંગે વિગતવાર સમજુતી આપવા તથા આ સંદર્ભમાં તેઓ વાંધા સૂચનો અને અન્ય રજૂઆત સાંભળવા માટે આજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળના અધ્યક્ષ અમિત અરોરા દ્વારા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭(વાજડી ગઢ)ના સ્કીમ વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરી સ્કીમને લાગુ આવેલ, સ્માર્ટ સિટી નોડની તૈયાર કરાયેલ મુસદારૂપ નગર રચના નં. ૩૨(રૈયા)ને ધ્યાને લઈ ઝડપી વિકાસના આયોજન હાથ ધરવા મળેલ જરૂરી માર્ગદર્શન અનુસંધાને સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭(વાજડી ગઢ) કે જેનો ઇરાદો તા.૨૬-૦૮-૨૦૨૧ના રોજ જાહેર કરી માત્ર ૨૫ દિવસમાં ઝડપથી નગર રચના યોજનાનો મુસદ્દો ઘડી આજે  ઓનર્સ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહેલ.

હાલ અધિનિયમની જોગવાઈ અનુસાર એક માસ માટે જાહેર જનતાના વાંધા/સૂચનો મેળવી મળેલ તમામ વાંધા/સૂચનો અંગે ગુણદોષના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ સરકારમાં અધિનયમની કલમ-૪૮ હેઠળ મંજુરી અર્થે સૂચિત મુસદારૂપ નગર રચના યોજના રજુ કરવામાં આવશે. ખુબજ ટૂંકા સમયમાં યોજના સરકારશ્રીમાં મંજુરી અર્થે રજુ થવાથી અરજદારો માટે પુનઃ આ વિસ્તારમાં વિકાસ પરવાનગી અંગેની કાર્યવાહી ચાલુ થશે. 

(3:26 pm IST)