Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સરગમ પરિવારના સભ્યો માટે નાટય શો

રાજકોટઃ સરગમ કલબ- સરગમ લેડીઝ કલબ- સરગમ સીનીયર સીટીઝન કલબ- સરગમ કપલ કલબ તેમજ આમંત્રીતો માટે તમામ સભ્યો માટે મુંબઇનું નાટક 'સાસુમા તુસ્સી ગ્રેટ હો' નો શો યોજાયેલ કલાકાર ઇમ્તિયાઝ લિખિત, પ્રતિમા ટી, જય કાપડીયા, અર્પિતા શેઠીયા, મૌલીક પટેલ, શંકુત જોશીપુરા, કમલેશ પરમાર, જીતુ કોટક ભાગ ભજવેલ. આ પ્રસંગે વજુભાઇ વાળા, જયંતભાઇ દેસાઇ, રમણીકભાઇ જસાણી, શૈલેષભાઇ માંકડીયા, રાકેશભાઇ પોપટ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા નીલુબેન મહેતા, મીતેનભાઇ મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન મહેતા, હેતલબેન થડેશ્વર, ચેતનાબેન સવજાણી, વૈશાલીબેન શાહે જહેમત ઉઠાવી હતી. 

(3:32 pm IST)