Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ખાદ્યતેલોમાં તેજીના વળતા પાણીઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ નો ઘટાડો

રાજકોટ, તા., ૨૮: સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદના પગલે મગફળીના પાકનું ચિત્ર  સુધરતા ખાદ્યતેલોમાં તેજીના વળતા પાણી થયા છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો છે.  સ્થાનીક બજારમાં મગફળીની નવી સીઝન શરૂ થવાના એંધાણે આજે સીંગતેલમાં ૧૦ રૂપીયા ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કી.ગ્રા)નો ભાવ ૧૪૮પ રૂપીયા હતા તે ઘટીને ૧૪૭પ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૪પ૦ થી ર૪૮૦ હતા તે ઘટીને ર૪૪૦ થી ર૪૭૦ રૂ. થયા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપીયા તુટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૮૦ હતા તે ઘટીને ૧૩૭૦ તથા કપાસીયા ટીનના ભાવ ર૩૮૦ થી ર૩૯પ હતા તે ઘટીને ર૩૭૦ થી ર૩૮પ રૂ. થયા છે. 

(3:35 pm IST)