Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પટેલ સેવા સમાજના બહેનો ઔદ્યોગિક મુલકાતે

પટેલ સેવા સમાજના મહિલા સંગઠન સમિતિના ૧૩૨ કાર્યકર બહેનોએ તાજેતરમાં ઔદ્યોગિક એકમોનો પ્રવાસ ગોઠવ્યો હતો. આ મુલાકાતનો દ્રષ્ટીકોણ સ્પષ્ટ કરતા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) એ જણાવેલ કે આ યુગમાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રે યોગદાન આપે અને ખાસ કરીને ઉદ્યોગ-ધંધામાં રસ લેતા થાય તે માટે આ ઔદ્યોગિક મુલાકાત ગોઠવવામાં આવેલ. મહિલા સંગઠન સમિતિના પ્રમુખ શ્રીમતી વિજયાબેન વાછાણી, ઇન્ચાર્જ શ્રીમતી રાજેશ્રીબેન રોજીવાડીયા, કન્વીરનર શ્રીમતી હેતલબેન કાલરીયા નેતૃત્વમાં મહિલા સંગઠન સમિતિના ૧૩૨ બહેનોએ ત્રણ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. જેમાં કલપેશભાઇ ડોબરીયાના નેતૃત્વમાં યુ ફ્રેશ ડેરી, બીપીનભાઇ હદવાણીના નેતૃતવમાં ગોપાલ નમકીન અને વિનેશભાઇ ટીલવાના નેતૃત્વમાં ઓરબીટ બેરીંગ્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના અગ્રેસર સર્વશ્રી જગદીશભાઇ પરસાણાીયા, વિનુભાઇ લાલકીયા, જે. બી. માકડીયા બહેનોના માર્ગદર્શક તરીકે સાથે રહ્યા હતા. તેમ કિશોરભાઇ ઘોડાસરા (મો.૯૪૦૮૧ ૭૫૧૧૧) ની યાદીમાં જણાવાયુ છે. 

(3:54 pm IST)