Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સી.એ. કોન્કલેવ - સન્માન સમારોહ

રાજકોટ બ્રાંચ ઓફ WIRC ઓફ  ICAI ખાતે મેન્ટોરશીપ કોન્કલેવ અને પેનલ ડીસ્કશનનું આયોજન કરાયુ હતુ. નિષ્ણાંતોના વકતવ્યમાં રાજકોટ સી.એ. બ્રાન્ચના ચેરમેન હાર્દીક વ્યાસ, ભુતપૂર્વ ચેરમેન દીપક રીન્ડાણી, બ્રીજેન સંપટ, કલ્પેશ દોશી, રોલેક્ષ રીંગના સીએફઓ હિરેન દોશીએ વિવિધ વિષયો પર ચર્ચા કરી નવા સી.એ. થયેલાઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. આ દરમિયાન સી.એ. ઇન્ટરમીડીયેટ અને ફાઇનલના રેન્કર્સ તેમજ ફાઇનલ કોર્ષની પરીક્ષામાં સારા માર્કસથી ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સી.એ. બ્રાન્ચના ચેરમેન હાર્દીક વ્યાસ, વાઇસ ચેરમેન જીજ્ઞેશ રાઠોડ, સેક્રેટરી અને વીકાસાના ચેરમેન ભાવિન દોશી, ટ્રેઝરર સંજય લાખાણી, ભૂતપૂર્વ ચેરમેન વિનય સાકરીયા, કમીટી મેમ્બર્સ ભાવિન મહેતા, દીપ્તી સવજાણીએ જહેમત ઉઠાવી હતી. 

(3:55 pm IST)