Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

આવતીકાલે રાજકોટ મનપા દ્વારા શ્રી સીતાજી ટાઉનશીપ (સ્માર્ટઘર-૨)ની કુલ ૩૩ દુકાનોની હરાજી યોજાશે

દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગમાં ઉપલબ્ધ

રાજકોટ મહાનગરપાલિકા બનાવવામાં આવેલ શ્રી સીતાજી ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૩૩ દુકાનોની જાહેર હરાજી આવતીકાલ તા. ૨૯-૦૯-૨૦૨૧ના રોજ નીચે મુજબની વિગતે રાખવામાં આવેલ છે.

 કાલે તા.૨૯/૦૯/૨૦૨૧, બુધવાર સવારે ૯.૦૦ કલાકેશ્રી સીતા ટાઉનશીપ, શ્યામલ સ્કાય લાઈફની સામેની શેરીમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, મવડી, રાજકોટ ખાતે હરાજી યોજાશે 
હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીના સમયે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરરાજીમાં ભાગ લેનારએ સ્થળ પર રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા રોકડા અથવા “રાજકોટ મહાનગરપાલિકા”ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર શખ્સ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે.તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે

(8:51 pm IST)