Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નોનસ્‍ટોપ ત્રણ તાળી ગરબા વિડિયો આલ્‍બમ નવરાત્રિની રાતે માતાના ચરણે ધરી, ભકતોને અર્પણ

માતા રે માતા, અંબે મારી માતા અને ઘેર ઘેર પ્રચલિત સાથીયા પુરાવો રાજ જેવા ગરબા દીપ શિખા ચૌધરીની આગવી સ્‍ટાઇલમાં સુમધુર અવાજમાં ગુંજવા લાગ્‍યા : મહિલા મિલન કલબના શુભેચ્‍છક એવા જાણીતા સિંગરને સંસ્‍થાના રાસગરબા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા રીટાબેન કોટક ટીમ

રાજકોટ તા.૨૭: યુ ટયુબ પર જેના દરેક પ્રસંગના વિડિયો સોંગ ધૂમ મચાવે છે તેવા જાણીતા સિંગર દીપ શીખાજી ચૌધરીનું નવું વિડિયો આલ્‍બમ નોરતાની રાત્રે નવલા નોરતાના પ્રથમ દિવસે જ માતા અંબે માતાજીના ચરણે નોનસ્‍ટોપ ત્રણ તાળી ગરબા ૨૦૨૨ ધરી અને ભાવિક ભકતોને અર્પણ કર્યુ છે.

કમલેશ વૈધના સુમધુર સંગીતથી યુવા પેઢી ઝૂમી ઉઠે તેવા આ વીડિયો આલ્‍બમની ડિઝાઇન અમિત પટેલ, બબલું દ્વારા કરવામાં આવી છે, જેમાં દીપ શિખાજી અને કલાવૃંદ સોનામાં સુગંધ મળવા જેવા સુમધુર આવાજ દૂધમાં સાકર માફક ભળી જવાનું અદભૂત કાર્ય કર્યુ છે.

માતા રે માતા, અંબે માતા, ગબ્‍બર પર બિરાજતા ભકતોને સાંભળવાની સાથે સાથે સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં ઘેર ઘેર જાણીતા સાથીયા પુરાવો રાજ, દિવડા પ્રગટાવો રાજ એક અલગ અને ભકિતભર્યા સુરો સાથે ગાયું છે.

રાજકોટની જાણીતી મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક, રંજનબેન પોપટ, ડો.ભાવનાબેન શિંગાળા ટીમ દ્વારા  પોતાની સંસ્‍થા દ્વારા ગેલેકસી હોટલ ખાતે યોજાયેલ રાસ ઉત્‍સવમાં અતિથિ તરીકે હાજર રાખવા ભાવભર્યુ નિમંત્રણ આપી, નવા વિડિયો આલ્‍બમ માટે અભિનંદન પાઠવ્‍યા છે.(

(11:41 am IST)