Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

૬ઠ્ઠીએ અકિલા ‘બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ'ના ભવ્‍ય રાસોત્‍સવમાં ચુનંદા ખેલૈયાઓનો જામશે જંગઃ સતત ૧૫મા વર્ષે આયોજન

અશોક બગથરીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને સમગ્ર ટીમનું ૧૫૦ ફુટ રીંગરોડ શિતલપાર્ક ચોક સોનમ ગરબા ગ્રાઉન્‍ડમાં ભવ્‍ય આયોજન : ગાયકો વિશાલ પંચાલ, અશ્વિની મહેતા એન્‍કર ઋષી દવે અને આકાંક્ષા ગોંડલીયા ખેલૈયાઓને જોમ ચડાવશેઃ લાખેણા ઇનામોની વણઝારઃ ‘અકિલા ન્‍યુઝ ડોટ કોમ' ના ફેસબુક પેજ અને ડેન આરસીસી(ચેનલ નં.૫૯૬) પર જીવંત પ્રસારણઃ જૈન વિઝનના મિલન કોઠારીનો ખાસ સહયોગ

ᅠરાજકોટઃ કોરોના કાળના બે વર્ષ સુધી નવરાત્રી સહિતના ઉત્‍સવોથી દૂર રહેલા લોકો આ વર્ષે મનભરીની નવરાત્રી ઉત્‍સવની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટમાં સતત પંદર વર્ષથી અકિલા બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવનું આયોજન કરનારા આયોજકો પણ આ વખતે ખેલૈયાઓને મોજ કરાવવા મેદાને આવી ગયા છે. સતત પંદર વર્ષથી રાજકોટમાં બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવમાં યોજાય છે. પ્રેસ ફોટોગ્રાફર અશોક બગથરીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ વર્ષે ૧૫૦ ફુટ રીંગરોડ પર શિતલ પાર્કચોક, સોનમ ગરબા ગ્રાઉન્‍ડ ખાતે તા.૬/૧૦ના રોજ ગુરૂવારે સાંજે ૭થી ૧૦.૩૦ સુધી ભવ્‍ય રાસોત્‍સવ યોજાશે. જેમાં શહેરના તમામ અર્વાચીન રાસોત્‍સવના વિજેતા-ચુનંદા ખેલૈયાઓ વચ્‍ચે બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ નો ખરાખરીનો જંગ જામશે.

અકિલા બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવમાં ઓરકેસ્‍ટ્રા ટીમમાં જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ડ મિડીયાના નેજા તળે ગાયકો વિશાલ પંચાલ, અશ્વિની મહેતા સહિતના રંગ જમાવશે. જયારે ઋષી દવે અને તેની સાથે આકાંક્ષા ગોંડલીયા એન્‍કરીંગની જવાબદારી નિભાવશે. આ સમગ્ર રાસોત્‍સવનું અકિલા ન્‍યૂઝ ડોટ કોમના ફેસબુક પેઇજ અને ડેન આરસીસી કેબલ નેટવર્ક(ચેનલ નં. ૫૯૬) ઉપર જીવંત પ્રસારણ થશે. જેથી દરેક લોકોને ઘરે બેઠા અને મોબાઇલ ફોન મારફત દુનિયાના કોઇપણ છેડે બેઠા બેઠા આ રાસોત્‍સવની મોજ માણી શકશે.

(3:47 pm IST)