Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સિટી - BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૫.૪૬ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૧૩ કંડકટર સસ્‍પેન્‍ડ : ૭ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા

રાજકોટ તા. ૨૭ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા તા. ૧૯ થી ૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૫.૪૬ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૩ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૭ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૧૯ થી ૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ (RMTS) સેવા

સિટી બસ સેવાᅠ(RMTS)માંᅠકુલ અંદાજીત ૧,૧૮,૩૦૦ᅠકિ.મી. ચાલેલ છે. તથા કુલᅠ૨,૦૨,૫૧૫ᅠમુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. ᅠસિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૫,૩૫૦ᅠકિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૫,૩૭,૨૫૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૮,૫૦૦ નીᅠપેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાંᅠગેરરીતી - અનિયમિતતા સબબ કુલ ૧૩ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલ. ચેકીંગ દરમિયાન કુલ ૦૭ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૭૭૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ.

બસની કામગીરી

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.૧૯ થી તા.૨૫ દરમિયાન કુલ અંદાજીત ૨૮,૮૦૦ᅠકિ.મી.ᅠચાલેલ છે. તથા કુલ ૧,૮૦,૮૭૦ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૫૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:49 pm IST)