Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ચાર રીક્ષાની બેટરી ચોરી કરનાર સર્જીલ સોલંકી સદર બજારમાંથી ઝડપાયો

પ્રનગર પોલીસે ચાર ચોરાઉ બેટરી કબ્‍જે કરી

રાજકોટ,તા. ૨૭ : શહેરના સદરબજાર વિસ્‍તારમાંથી અલગ અલગ ચાર ઓટો રીક્ષાની બેટરી ચોરી કરનાર ગવલીવાડના શખ્‍સને પ્રનગર પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ સદરબજારમાં એક શખ્‍સ ચોરાઉ બેટરી વેચવા આવ્‍યો હોવાની બાતમી મળતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ કે.સી.રાણા, હેડ કોન્‍સફ કલ્‍પેશ ચાવડા, કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, અને જયેન્‍દ્રસિંહ પરમાર સહિતે સદરબજારમાં રમેશભાઇ છાયા સંકુલ પાસેથી સર્જીલ મહેબુબભાઇ સોલંકી (ઉવ.૩૨)(રહે. ગવલીવાડ મેઇન રોડ કોટક સ્‍કુલની પાછળ)ને રૂા. ૮૦૦ની કિંમતની ચાર ઓટો રીક્ષાની ચોરાઉ બેટરી સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ  કે.સી.રાણા, હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અનોપસિંહ ઝાલા તથા જયેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(4:02 pm IST)