Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જૈનમ નવરાત્રી મહોત્‍સવઃ લેટેસ્‍ટ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ ઇફેકટ, વેલનોન સંગીતકારો અને ડીજેના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

પ્રથમ નોરતે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા માંની આરતી : ગઝીબોએ ભારે આકર્ષણ જમાવ્‍યું

રાજકોટઃ સતત પાંચમા વર્ષે એ જ નિયત સ્‍થળ ઉપર જૈન સમાજના ભાઇ-બહેનો માટે નવરાત્રી મહોત્‍સવનું આયોજન જૈનમ દ્વારા કરવામાં આવ્‍યું છે. ખ્‍યાતનામ સાજીંદાઓના સથવારે ઉમદવા ગાયક કલાકારો રાસની રમઝટ સાથે સમાજ શ્રેષ્‍ઠીઓની હાજરીમાં પ્રથમ નોરતાના દિવસે કરવામાં આવેલ હતું.  જૈન સમાજના ત્રણ હજારથી વધુ ખેૈલેયાઓ રાસે રમનાર છે. આદ્યશકિતની આરતી કરવામાં આવશે. જે અંતર્ગત  બ્રહસમાજના આગેવાનોના હસ્‍તે આરતી કરવામાં આવી હતી. રાસોત્‍સવના ઉદઘાટક દાતા જીતુભાઇ બેનાણી જૈન અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, રાજયસભાના સભ્‍ય સાંસદ રામભાઇ મોકરીયાનું ખુલ્લી જીપમાં અભિવાદન જીલતી ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ હતું. રંગબેરંગી છત્રીઓ, રાસમંડળીઓ, સાફાધારી બુલેટ ચાલક યુવાનોના એસ્‍કોર્ટમાં મહાનુભાવોનું ગ્રાઉન્‍ડમાં અભિવાદન કરવામાં આવ્‍યું હતું. ઉપસ્‍થિત આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધન કરેલ.  નવરાત્રીના પ્રથમ નોરતે આરતી બ્રહ્મ સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઇ મોકરીયા, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, કીરીટભાઇ પાઠક, અતુલભાઇ પંડીત, જયમીનભાઇ ઠાકર, હરેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, શૈલેષભાઇ જાની સહીતના બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આરતી કરવામાં આવેલ હતી. પ્રથમ નોરતે સીનીયર પ્રિન્‍સ તરીકે આયુષ દેસાઇ, પુષ્‍પક જૈન, જૈનમ દોશી સીનીયર પ્રીન્‍સેસ તરીકે દ્રષ્‍ટી વખારીયા, શ્રૃષ્‍ટી મહેતા, ધર્મિ દોશી ઉપરાંત સીનીયર પ્રિન્‍સ વેલ ડ્રેસમાં વારીયા ધર્મેન્‍દ્ર, હર્ષલ વોરા, દેવાંશુ શાહ તેમજ સીનીયર પ્રિન્‍સેસ વેલડ્રેસ તરીકે મહેતા મેઘા, જસાણી અંજના, પારેખ ઉપાસના તેમજ જુનીયર પ્રિન્‍સેસ વેલડ્રેસમાં કેશવી મહેતા, રિયા બારભાયા, પ્રિયાંશી પારેખ તેમજ જુનીયર પ્રિન્‍સ વેલડ્રેસમાં વોરા દેવાંશુ, પારેખ પ્રશમ, પટેલ આદિત્‍યને વિજેતા જાહેર કરી ઇનામો આપી નવાજવામાં આવેલ હતા.

(4:03 pm IST)