Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઓસ્‍ટ્રેલીયાની યુટીએસ કોલેજ અને જીએલએસ યુનિવર્સીટી સાથે એમઓયુ

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતીય યુનિવર્સિટીઓનું આંતરરાષ્‍ટ્રીયકરણએ વૈશ્વિક પરિદ્રશ્‍ય માટે કુશળ કાર્યબળ વિકસાવવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે. આ ઉદ્દેશ્‍યને પરિપૂર્ણ કરવા માટે  યુનિવર્સિટી તરીકે જીએલએસ યુનિવર્સિટીએ યુટીએસ કોલેજ, સિડની, ઓસ્‍ટ્રેલિયા સાથે એક એમઓયુ સાઇન કર્યુ છે જે જીએલએસ યુનિવર્સિટી, દ્વારા ભારતમાં યુટીએસ ડિગ્રી પાથવે પ્રોગ્રામ્‍સની સુવિધા આપે છે. આ કરાર ખાસ કરીને ઓસ્‍ટ્રેલિયા અને બીજા ગ્‍લોબલ પ્‍લેટફોર્મ પર તેમની કારકિર્દી વિકસાવવા માગતા ઉમેદવારો માટે પૂરતી તકો પૂરી પાડશે.જેમાં ધોરણ ૧૨ પછી જીએલએસ યુનિવર્સિટી ખાતે યુટીએસ કોલેજ સેન્‍ટર દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોગ્રામના ભાગરૂપે, વિદ્યાર્થીઓ ઇન્‍ફર્મેશન ટેકનોલોજીમાં સ્‍નાતક અથવા બિઝનેસ મેનેજમેન્‍ટની ડિગ્રીમાં સ્‍નાતકની ડિગ્રી મેળવી શકશે. આ ત્રણ વર્ષના પહેલા વર્ષનો અભ્‍યાસક્રમ જીએસએસ યુનિવર્સિટી કેમ્‍પસમાં આપવામાં આવશે અને બાકીના બે વર્ષ ઓસ્‍ટ્રેલિયામા યુટીએસમાં આવરી લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પાથવે પ્રોગ્રામ્‍સમાંથી સ્‍નાતક થયા છે તેઓ તેમની સ્‍નાતકની ડિગ્રી ઉપરાંત આઇટીમાં ડિપ્‍લોમા અથવા બિઝનેસમાં ડિપ્‍લોમા મેળવશે. તેમ શ્રી સુધીર નાણાવટી (પ્રેસીડેન્‍ટ જીએલએસ)એ યાદીમાં જણાવ્‍યું છે.

(4:04 pm IST)