Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટના જાણીતા પ્રોકટોલોજીસ્‍ટ ડો.વેકરીયાની સુશ્રુત પાઈલ્‍સ હોસ્‍પિટલનો ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

ધન્‍વંતરી એવોર્ડ, લાઈફ ટાઈમ એચીવમેન્‍ટ એવોર્ડ, એમીનન્‍સ એવોર્ડ, સૌરાષ્‍ટ્રના બેસ્‍ટ પ્રોકટોલોજીસ્‍ટ એવોર્ડ જેવા અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડસ વિજેતા, હરસ- ભગંદર- ફીશરના ૨૮ હજાર ઓપરેશન સફળતાપૂર્વક કરી તેમજ સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમવાર અત્‍યાધુનિક અમેરીકન અલ્‍ટ્રાસોનીક ફોકસ ટેકનોલોજી દ્વારા સરળ સારવાર આપનાર ડો.એમ.વી.વેકરીયાના પુત્ર ડો.બાહુલે કાર્ડીયાક સર્જરીમાં ઉતીર્ણ થઈ રાજકોટનું ગૌરવ વધાર્યુ

રાજકોટઃ ડો.એમ.વી.વેકરીયાએ ૩૬ વર્ષથી ઉત્તમ અને ઉત્‍કળષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્‍યેય રહ્યું છે કે સૌથી શ્રેષ્‍ઠ અને ઉત્તમ, સરળ સારવાર આપવી. ડો. વેકરીયા મળમાર્ગના જટીલ દર્દોથી પીડાતા દર્દીઓને રાહત પહોચાડવા માટે જાપાનીઝ, જર્મન તેમજ અમેરીકન એડવાન્‍સ ટેકનોલોજીઓનો સમાવેશ કરી સાથે આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના અનુભવનો સુભગ સમન્‍વય કરીને આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે દર્દીઓને નિરામય જીવનની ભેટ સતત પ્રદાન કરતા રહ્યા છે. અમેરીકન-ઇથીકોન કંપનીનું લેટેસ્‍ટ-અલ્‍ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ મશીન, જાપાનીઝ હેલ ટેકનોલોજી, જર્મન-ઇન્‍ફ્રારેડ કોએગ્‍યુલેશન મશીન, યુ.એસ.એ.ની સ્‍ટ્રેપ્‍લર સારવાર, ક્રાર્યો મશીન, સકશન આર.બી., કોરીયાની લેસર-વેસલ સીલર, એલ.એસ.ટી. તેમજ આપણી ભારતીય ક્ષારસૂત્ર-થેરાપી દ્વારા તેઓ હરસ-ભગંદર ફીશર જેવા મળમાર્ગના જટીલ રોગોની ઉત્તમ અને શ્રેષ્‍ઠ સારવાર આપી રહ્યા છે. આજ સુધીમાં તેઓએ ૨૮ હજારથી વધુ સર્જરીઓ કરી છે અને સંખ્‍યાબંધ દર્દીઓને સારવાર આપી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

રાજકોટના એસ્‍ટ્રોન ચોકમાં આવેલ ડો.એમ.વી. વેકરીયાની ‘સશ્રુત' પાઇલ્‍સ હોસ્‍પિટલ આજે ૨૭મી સપ્‍ટેમ્‍બરે ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. હરસ-મસા-ભગંદર જેવા અત્‍યંત પીડાકારક દર્દોની સારવારના ક્ષેત્રે સફળ સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલ ‘સુશ્રુત' પાઇલ્‍સ હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન અક્ષરનિવાસી પ.પુ. શાષાી શ્રી ધર્મજીવનદાસજીનાં હસ્‍તે શુભાશિષ સાથે આજથી ૩૬ વર્ષ પહેલા થયેલ. તો આજથી એક દાયકા અગાઉ તા.૧૪ ફેબ્રઆરી ૨૦૧૦ના રોજ સુશ્રુત પાઇલ્‍સ હોસ્‍પિટલનું રીનોવેશન અને નવ પ્રસ્‍થાનનુ દિપપ્રાગટય અને પુજાવિધી તેઓના અક્ષર નિવાસી પુજ્‍ય માતૃશ્રી પાર્વતીબેન અને અક્ષર નિવાસી પુ.પિતાશ્રી વીરજીભાઇ અને પ.પુ. સ્‍વામિશ્રી અપૂર્વ સ્‍વામીના વરદ હસ્‍તે સંપન્‍ન ઉદ્‌ઘાટન પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સુપ્રસિધ્‍ધ ધારાશાષાી અને પૂવ સાંસદ સ્‍વ.અભયભાઇ ભારદ્વાજ, ગુજરાતના મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી (ટ્રરાન્‍સપોર્ટ અને યાત્રાધામ વિકાસના રાજ્‍યકક્ષાના પ્રધાન) કોર્પાેરેશન ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી તથા પૂર્વ રાજકોટ ભાજપ અધ્‍યક્ષશ્રી નીતીન ભારદ્વાજના વરદ હસ્‍તે થયેલ.

આર્થિક રીતે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને અત્‍યાધુનિક એડવાન્‍સ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહત દરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યાં છે. આજ સુધીમાં ૩૧૨ જેટલા ફ્રી નિદાન અને સારવાર કેમ્‍પમાં સેવા આપી માનવીય પાસાનું સેવાભાવનાનું પ્રેરણાદાયી દર્શન કરાવ્‍યું છે.

 ડો.વેકરીયાના પુત્ર ડો.બાહુલ વેકરીયા ગુજરાતની પ્રખ્‍યાત યુ.એન.મહેતા હોસ્‍પિટલમાં કાર્ડિયાક સર્જન તરીકે સેવા આપી રહ્યાં છે. ડો. બાહુલ વેકરીયાના ધર્મપત્‍નિ ડો.વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્‍ટ તરીકે તે જ ઇન્‍સ્‍ટીટયુટમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં છે. દિકરી બંસી વેકરીયાએ માસ્‍ટર ઓફ આર્કીટેકચર કરેલ છે .

હરસ-ભગંદર-ફીશરની સરળ સારવાર માટે સૌરાષ્‍ટ્રમાં જ નહીં પરતુ ગુજરાતમાં સૌપ્રથમવાર ડો.એમ.વી.વેકરીયાએ યુ.એસ.એ.ની ઇથીકોન કંપનીનું અતિઆધુનિક અલ્‍ટ્રાસોનીક હાર્માેનિક ફોકસ-સ્‍કાલપેલ મશીન લાવીને એક અતિ આધુનિક ટેકનોલોજીનો આવિષ્‍કાર રાજકોટ ખાતે તેમની ‘સુશ્રુત' પાઇલ્‍સ હોસ્‍પિટલ, એસ્‍ટ્રોન ચોકમાં કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. આ હાર્મોનિક સ્‍કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે, જેની ડિઝાઇન એકદમ કોમ્‍પેકટ છે. તેમાં એવો કોમ્‍પ્‍યુટરાઇઝડ સોફ્‌ટવેર પ્રોગ્રામ છે, જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્‍યમાં થાય તો તે સોફટવેર પ્રોગ્રામ તેમા અપડેટ થઇ શકે છે અને એકદમ પરફેકટ, માઇક્રો ડીસેકશન થઇ શકે છે. તે લાર્જ વેસેલ અને સીલીંગ કેપીસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્‍ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનનો મુખ્‍ય ફાયદોએ છે કે તે અલ્‍ટ્રાસોનિક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્‍યુ મ્‍યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છ, જેથી બ્‍લડ લોસ અને બનીંગ નહીવત થાય છે અને હીલીંગ ઝડપથી થાય છે. આ મશીનથી બાળકો, મોટી ઉંમરના દર્દીઓ, પ્રેગ્નન્‍ટ લેડીઝ, બી.પી. કે હાર્ટએટેકના રોગોથી પીડાતા દર્દીઓનું પણ નહીવત આડઅસરથી ઓપરેશન થઇ શકે છે. તેમજ આ લેટેસ્‍ટ ટેકનોલોજી દ્વારા ઓપરેશન કરવાથી તદ્‌ન નહિવત લોહી પડે છે અને ઓછો દુઃખાવો તેમજ ઓછી બળતરા થાય છે. આડઅસર, જોખમો,મળમાર્ગનો કંટ્રોલ જતો રહેવો, તેમજ રીંગ પણ બગડવી, સાંકડી થવી, જેવા જોખમોની નહિવત શકયતા રહેલી હોય છે.

 ડો. એમ.વી.વેકરીયાએ ૨૦૦૩માં જહોનસન એન્‍ડ જહોનસન મેડીકલ ઇન્‍સ્‍ટીટયુટ, મુંબઇ ખાતે MIPH સ્‍ટેપ્‍લર ટેકનોલોજીનો અભ્‍યાસ કરેલ છે અને HAL જાપાન ટેકનોલોજીનો અભ્‍યાસ ઓસ્‍ટ્રીયામાં કરેલ છે. તેમણે વેસલ સીલર અને પ્‍લગ ટેકનીક તથા અલ્‍ટ્રાસોનીક હાર્માનિક ફોકસ-સ્‍કાલપેલનો અભ્‍યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સીટીમાં ૨૦૧૨માં ટ્રેનીંગ કોર્સ પૂર્ણ કરીને તેમની અનેક ઉપલબ્‍ધિઓમાં વધુ એકનો વધારો કરી તેઓની યશકલગીમાં ઉમેરો કર્યો છે. ૧૦વર્ષ પહેલા તેઓને નાસિક ખાતે એનોરેકટલ કોન્‍ફરન્‍સમાં લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ પણ પ્રાપ્‍ત થયો હતો. તેઓએ ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ધનવન્‍તરી એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં તેમને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશીના હસ્‍તે સૌરાષ્‍ટ્ર રીજીયન માટે એમીનન્‍સ એવોર્ડ અને સૌરાષ્‍ટ્રના બેસ્‍ટ પ્રોકટોલોજીસ્‍ટ એવોર્ડ-૨૦૧૯ પણ એનાયત થયો છે. તેઓ છેલ્લી ૪ ટર્મથી રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલના સહકન્‍વીનર હતા અને ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહતંત્રી હતા અને કાલાવડ રોડ-યુનિવર્સીટી રોડ ડોકટર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને હાલમાં ઘણા વર્ષોથી ચેરમેન તરીકેના પદો તેમજ રાજકોટ ડોકટર્સ ફેડરશનમાં ફાઉન્‍ડર મેમ્‍બર અને ચીફ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. ભાજપમાં કાયમી આમંત્રીત સદસ્‍ય તરીકે સેવા આપી રહ્યાં છે.

અક્ષરનિવાસી પ.પૂ.સ્‍વામી પ્રમુખ સ્‍વામી મહારાજ, અક્ષરનિવાસી સ્‍વામીશ્રી ધર્મજીવનદાસજી તેમજ દ્વારકાપીઠના બ્રહ્મલીન જગદ્‌ગુરૂ શ્રી શંકરાચાર્યજી મહારાજ, સ્‍વામી શ્રી ત્‍યાગવલ્લભજી, પૂજ્‍યશ્રી માધવપ્રિય સ્‍વામીજી, અપૂર્વ સ્‍વામીજી જેવા પવિત્ર સંતો- મહાપુરૂષોએ વખતોવખત ઉપસ્‍થિત રહીને ‘સુશ્રુત' પાઇલ્‍સ હોસ્‍પિટલને આશીર્વાદ પુરા પાડયા છે. આ શુભ અવસરે રાજકોટ ડોકટરમિત્રો, સ્‍નેહીજનો, શુભેચ્‍છકો,  તેમજ દરેક સંસ્‍થા, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્‍ટ, રઘુવીર સેના, સરદાર પટેલ એસોસિએશન, મધુરમ ક્‍લબ તથા દર્દી ભાઈઓ- બહેનો તેમને ડો.વેકરીયા (મો.૯૮૨૪૦ ૬૬૩૨૧)ને શુભેચ્‍છા પાઠવી રહ્યાં છે.

(4:25 pm IST)