Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કોમ્‍પ્‍યુટર ઓપરેટરોની હડતાલનો ર૧મો દિ': મગફળી માટેની નોંધણીની કામગીરી ખોરંભે : વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાની વિચારણા

વી.સી.ઇ.ની હડતાલ લંબાય તો માર્કેટયાર્ડ અને મંડળીઓ દ્વારા નોંધણી શરૂ કરવા પ્રયાસ

રાજકોટ, તા. ર૭ :  રાજય સરકાર સામે પોતાની માંગણીઓ સબબ મેદાને પડેલા વી.સી.ઇ. (ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરટરો)ની હડતાલનો આજે ર૧ મો દિવસ છે. ગામડાઓમાં સરકારી યોજનાના લાભાર્થીઓ માટે થતી ઓનલાઇન કામગીરી લગભગ બંધ છે. સરકારે  ગુજકોમાર્ર્સોલ મારફત ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરાવી છે. પરંતુ કોમ્‍પ્‍યુટર ઓપરેટરોની હડતાલના કારણે નોંધણી પ્રક્રિયા ખોરંભે ચડી છે. ૩ દિવસમાં માંડ બે-પાંચ નોંધણી થઇ શકયાના  વાવડ છે.

ઓપરેટરો મચક આપવા તૈયાર નથી ટેકાના ભાવે મગફળી વેંચવા ઇચ્‍છતા ખેડૂતોને નોંધણી માટે ર૪ ઓકટોબર સુધીની મુદત છે. ગુજકોમાર્ર્સોલ એ વી.સી. ઇ.ની હડતાલ લંબાય તો વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા વિચારી છે. માર્કેટયાર્ડ અને ખરીદી પ્રક્રિયામાં ભાગ લેનાર મંડળીઓ મારફતે ઓનલાઇન નોંધણી કરાવવાની શકયતા તપાસાઇ રહી છે. સરકારે લાભ પાંચમથી મગફળીની,ખરીદી કરવાનું જાહેર કર્યુ છે. લાભ પાંચમ ર૯ ઓકટોબરે છે.

(4:31 pm IST)