Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટ ડિવિઝનમાં સ્‍વચ્‍છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્‍ટેશનો પર પાણીની શુદ્ધતા ની ચકાસણી

રાજકોટ, તા. ર૬ : રાજકોટ ડિવિઝન દ્વારા ૧૬મી સપ્‍ટેમ્‍બરથી ૨જી ઓક્‍ટોબર, ૨૦૨૨ દરમિયાન સ્‍વચ્‍છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન તેમના પરિસરને સુંદર બનાવવા માટે સ્‍વચ્‍છતાને લગતી વિવિધ પ્રવળત્તિઓ સતત કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે પખવાડિયાના દસમા દિવસને સ્‍વચ્‍છ નીર દિવસતરીકે ઉજવવામાં આવ્‍યો હતો. અભિયાન હેઠળ, પાણીની ટાંકીઓ, ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, પાણી પુરવઠા સાથેના વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ અને સ્‍ટેશનો પર ઉપલબ્‍ધ પાણીની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. સ્‍ટેશન પરના કેટરિંગ સ્‍ટોલ પર વેચાણ માટે ઉપલબ્‍ધ પાણીની કલોરીનની માત્રા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક સ્‍ટેશનો પર આધુનિક મશીનો દ્વારા હાઈડ્રેન્‍ટ ની સફાઈ કરવામાં આવી હતી. આ સાથે સફાઈ કામદારોને હાઈડ્રેન્‍ટ પાઈપોનો યોગ્‍ય રીતે ઉપયોગ કરવા અને તેની જાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર વગેરે સ્‍ટેશનો પર પ્‍લેટફોર્મ વોટર સ્‍ટેન્‍ડ અને વોટર કુલરમાંથી પાણીના નમૂના લેવામાં આવ્‍યા હતા અને ક્‍લોરીન ની માત્ર ચકાસવા માટે પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. રાજકોટ ડિવિઝન તેના મુસાફરોને સ્‍વચ્‍છ અને પીવાલાયક પાણી આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

(5:04 pm IST)