Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભાઇભાઇ, સનેડો, ટીટોડાના તાલમાં બાળકો ઝૂમ્યા

રાજકોટ : અહિંના બાલભવન ખાતે ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન)ના માર્ગદર્શન હેઠળ વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રા સાઝ ઔર અવાજના તાલે ગરબા-ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ અને ટીટોડાનાં તાલમાં પણ ઝૂમ્યા. રોજ-રોજ ૪૦ જેટલા બાળકોને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામો આપવામાં આવ્યા હતા.  પ્રથમ નોરતે સુશીલાબેન જોષી, સ્મિતાબેન ઝાલા, રેણુકાબેન યાજ્ઞિક, આવૃતિબેન નાણાવટી, રંજનબેન પોપટ, માલાબેન કુંડલિયા, અંકુરજી, પંકજભાઇ ત્રિવેદી, હેમાબેન ત્રિવેદી, પ્રીતીબેન સમા, સંગીતાજી, મિનાક્ષાીબેન પંડિત સહીતનાએ માં જગદંબાની આરતી થી કાર્યક્રમની શરૃઆત કરી. નિર્ણાયકો પૂજાબેન ધોળકીયા, પૂર્વીબેન વાગડીયા, કોમલબેન ઉપાધ્યાય અને સોનાલીબેન હિરપરાએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસે કરેલ.

(3:29 pm IST)