Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કુમ કુમના પગલા પડયા, માડીના હેત ઢળ્યા... જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણ થયા

માં જગદંબાની ભકિત કરવાનું પાવનકારી પર્વ આસો નવરાત્રી... આસો નવરાત્રીનું આજે ત્રીજુ નોરતું છે. સમી સાંજ થતા જ સમગ્ર માહોલ તેજોમય બની જાય છે. પ્રાચીન ગરબી મંડળોમાં રાસની રમઝટ જામે છે. મોટી સંખ્યામાંં લોકો ઉમટી પડે છે. પ્રાચીન અને સાંસ્કૃતિક ગરબી શ્રી નવરાત્રી મહોત્સવ મંડળ ૧૫ જંકશન પ્લોટની ગરબી જેઓને રાજકોટની ૬૦૦ થી વધારે ગરબીમાં ટોપ ઇન ટાઉનનો ૧૧ વખતથી વધારે વખત બીરૃદ મેળવેલ છે. આ ગરબી ગુજરાત નહી ગુજરાતની બહાર પણ સીમલા ખાતે ૧૯૯૩ માં ગરબી હરીફાઇમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ. ગરબીના આદ્ય સ્થાપક સ્વ.ભીખુભાઇ ગોસ્વામી કે જેઓ પોતે પણ કલા અને સંસ્કૃતિનું જતન કરવા ૧૯૬રમાં નવરાત્રી મહોત્સવ મંડળની સ્થાપના કરી. આજે તેઓના અવસાન બાદ રાજકોટના પુર્વ મેયર જનકભાઇ કોટક બે દાયકાથી વધુ વખતથી ગરબીનું સંચાલન કરી રહયા છે. આ ગરબી પ૭ વર્ષ પુર્ણ કરી પ૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ ગરબી મંડળ દર વર્ષે માં ના ગુણગાન ગાવા ગરબાવલી છપાવે છે. આ ગરબી જનતા જનાર્દન ના સહયોગથી ચાલતી આવી રહી છે. આ ગરબીની વિશિષ્ટતા આ ગરબી બીન સાંપ્રદાયીકતાના ધોરણે ચાલે છે. ગરબીની બાળાઓને નોરતા દરમ્યાન ડ્રેસ મંડળ તરફથી આપવામાં આવે છે.આ ગરબીની મુળ સક્રીય કાર્યકરોના નિઃસ્વાર્થ તન મન ધન અને સમયનો ભોગ આપી સેવા આપતા કાર્યકરો અને કલાકારો આ ગરબીની મોટી મુડી છે. માં શકિતના ગુણગાન ગાતા કલાકારો ટીવી અને આકાશવાણી માન્ય કલાકારો છે. આ ગરબીમાં ડ્રેસ, ગાયકી અને એકશન પ્રાચીન સંસ્કૃતીને જાળવીને બાળાઓ રાસ રમે છે. આ મંડળ ચંદીગઢ ખાતે સચિવાલયમાં સાંસ્કૃતિક ગરબામાં ભાગ લઇ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ગરબીને આગાખાન હોસ્ટેલના સંચાલકો દ્વારા ધર્મના ભેદભાવ  વગર દર સાલ એક માસથી વધુ સમય લાઇટ, પાણી અને ફર્નિચર વપરાશ માટે સહકાર અપે છે. નવરત્રી દરમિયાન ગરબે ઘુમતી બળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. મંડળના હોદેદારો : પ્રમુખ-જનકભાઇ કોટક, ઉપપ્રમુખ-અશ્વીનભાઇ માણેક, ઉપપ્રમુખ- વિજયભાઇ ગોસ્વામી, મહામંત્રી - સુરેશભાઇ રત્નેશ્વર, મંત્રી- રાજુભાઇ ગોસ્વામી, મંત્રી- અમીતભાઇ કોટક, સહમંત્રી- હિમાંશુ માણેક, ખજાનચી-કેશવભાઇ કે.પરમાર, સહખજાનચી-મહેશભાઇ ઠક્કર, ડાયરેકટર- ખ્યાતીબેન પરમાર, આસીસ્ટન્ટ- કલ્પનાબેન સોલંકી, ગાયક વૃંદઃ એનાઉન્સર તથા ગાયક-શ્રી પ્રવિણભાઇ વ્યાસ, ગાયક-કુમનભાઇ નિમાવત, સ્વાગત સમીતી- જીગ્નેશભઇ સોની, યોગેશ બોરીયા, સુનીલ ગોસ્વામી સહીતના જહેમત ઉઠાવેે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:31 pm IST)