Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાષ્‍ટ્રીય રમતોત્‍સવના ખેલાડીઓ માટે રાજકોટની ર૪ હોટલોમાં ૬પ૦ રૂમ પ્રબંધ

દેશભરના ખેલાડીઓ અને મહેમાનો સહિત ર૦૦૦ જેટલા લોકોનું શુક્રવારથી આગમન : રહેવા અને વાહનની સુવિધા ડી.ડી.ઓ હસ્‍તક

રાજકોટ, તા. ર૮ : સરકાર દ્વારા ગુજરાતના આંગણે રાષ્‍ટ્રીય કક્ષાનો રમતોત્‍સવ યોજાનાર છે. જેમાં હોકી અને તરણની સ્‍પર્ધા રાજકોટમાં થશે. બન્ને રમતોના આયોજન માટે સ્‍થાનિક વહીવટી તંત્ર અને મ્‍યુ. કોર્પોરેશન દ્વારા તૈયારી થઇ રહી છે. આયોજન સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી (આઇ.એ.એસ)  પણ છે. તેમના હસ્‍તક ખેલાડીઓ અને મહેમાનોના ઉતારાની તેમજ ઉતારા સ્‍થળથી રમતના સ્‍થળ સુધી પહોંચાડવાની વ્‍યવસ્‍થા છે. બન્ને રમતોના ૧ર૦૦ જેટલા ખેલાડીઓ અને મહેમાનો સહિત કુલ ર હજાર જેટલા લોકો માટે રાજકોટની ર૪ હોટલોમાં ૬પ૦ રૂમ બુક કરવામાં આવ્‍યા છે. નાના-મોટા ૩૦૦ થી વધુ વાહનો પરિવહન માટે વ્‍યવસ્‍થામાં રહેશે. ર૦૦ સ્‍વંયસેવકોની સેવા લેવામાં આવશે. તા. ૩૦ મીથી બન્ને રમતોની શરૂઆત થશે અને ૧૦ ઓકટોબર આસપાસ પૂર્ણ થશે. રાજકોટમાં આ પ્રકારનો રમતોત્‍સવ પ્રથમ વખત યોજાઇ રહ્યો છે.

(3:38 pm IST)