Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હોસ્‍પિટલ-બાંધકામ સાઇટ-હોટલમાં મચ્‍છરોના ઘર

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૪ને નોટીસઃ ૪૨ હજારનો દંડ : કાલાવડ રોડ, યુનિ. રોડ, અમીન માર્ગ, નિર્મલા રોડ પર મેલેરિયયા વિભાગ દ્વારા રોગચાળો અટકાયત ચેકીંગ

રાજકોટ,તા. ૨૮ : શહેરમાં ડેંગ્‍યુ રોગચાળા અટકાયતિ માટે મનપાની આરોગ્‍ય શાખાના મેલેરીયા વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે શહેરના વિવિધ વિસ્‍તારમાં હોટલ, બાંધકામ સાઇટ સહિત ૮૧ પ્રિમાઇસીસમાં મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરતા ૩૪ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ આપી. રૂા. ૪૨,૦૦૦ નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્‍તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્‍ટ, કોર્મશિયલ કોમ્‍પલેકસ, ઔધોગિક એકમો, વ્‍યાપાર ધંધાનાᅠસ્‍થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્‍તારોમાં મચ્‍છરોના ઉત્‍પતિ સ્‍થાનો જોવા મળશે તો જગ્‍યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે, જેની વિરૂદ્ધ મચ્‍છર ઉત્‍પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી સબબ હોટલ, બાંધકામસહિતની પ્રિમાઇસીસોમાં મચ્‍છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરી હેઠળ પ્રિમાઇસીસમાં મચ્‍છરના પોરા મળી આવતાઅથવા મચ્‍છર ઉત્‍પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા.

નિલકંઠરેસ્‍ટોરેન્‍ટ, સત્‍યસાંઇ રોડ, એ.બી.સી. પ્‍લેહાઉસ, જય સરદારરેસ્‍ટોરેન્‍ટ, હિલ - વેલહોસ્‍પિટલ, કાલાવડ રોડ, ઇલીમેન્‍ટસિમેન્‍ટ કોમ્‍પ્‍લેક્ષ, કલાવડ રોડ, બાનલેબપ્રાઇવેટ લી., અક્ષર માર્ગ, એન્‍જલ મદ્રાસકાફે, અક્ષર માર્ગ, સાઇઝ ઝીરો, અક્ષર માર્ગ, બાંધકામ સાઇટ, અક્ષર માર્ગ, ફોર્ચ્‍યુનસ્‍કવેર, કોટેચા ચોક, ફ્રિશકોમ્‍પ્‍લેક્ષ, યુની. રોડ, બેઝોંગ ગ્રીલ, યુની. રોડ, ઘ મેગી સેન્‍ટર, યુની. રોડ, શિલ્‍પન આર્કેડ, કાલાવડ રોડ, એકસપર્ટ એગ્રો, નક્ષત્ર ૧, મંગલમહોસ્‍પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, હોટેલ, ૧૫૦ ફુટરીંગ રોડ, ગોડાઉન, અમીનમાર્ગ, શ્રી મહેશખીરૂ, અમીન માર્ગ, બાંધકામ સાઇટ, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, અંજલીરેસ્‍ટોરેન્‍ટ, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, સોમ્‍યહોસ્‍પિટલ, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, કર્ણાકટા બેંક, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, સંતોષ ટાવરપંચર, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, અક્ષર સ્‍કેવરહાઇટસ, રૈયા ચોકડી, રાધે હોસ્‍પિટલ, રૈયા ચોકડી, સુપ્રિમ શો -રૂમ, રૈયા ચોકડી, વેસ્‍ટ ગેટપ્‍લસ, રૈયા ચોકડી, સુપ્રિયા સાઇટ, યુનિ. રોડ, ધ કોર્પોરેટસ્‍પેસ, યુનિ. રોડ, ગોલ્‍ડન રીનીકસ, યુનિ રોડ, સીમરીયા મેન્‍સન અને સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડીયા, યુનિ. રોડ, ડોમીનોઝ પીઝા, યુનિ. રોડ, નોવેલ સ્‍કવેર (બાંધકામ સાઇટ), અમીન માર્ગ સહિતના ૩૪ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ આપી રૂા. ૪૨ હજારનો વહિવટી ચાર્જ વસુલ્‍યો હતો.

(3:40 pm IST)