Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મનપાના બે સફાઇ કામદારો સસ્‍પેન્‍ડ

વોર્ડ નં. ૧૮/બ ના કામદારે ચોરી કર્યા હોવાનું ખુલતા અને વોર્ડ નં. ૬/ક ના કામદારને જાહેરમાં ગેર વર્તણૂક કરવા બદલ બરતરફ કરાયા

રાજકોટ, તા. ર૮ :  શહેરના વોર્ડ નં. ૧૮/બ ના સફાઇ કામદાર ચોરી કર્યા હોવાનું ખુલતા અને વોર્ડ નં. ૬/ક ના કામદાર જાહેરમાં ગેરવર્તણૂક કરવા બદલ તાત્‍કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી મનપા તંત્ર દ્વારા સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરના વોર્ડ નં. ૧૮/બ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા  જિતેશભાઈ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ ખાતેથી ઉપયોગી સામાનની ચોરી કર્યા હોવાનું ધ્‍યાને આવવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ. જે સબબ તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં ન આવતા  જિતેશભાઈને તાત્‍કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ.

આ ઉપરાંત શાખાના વોર્ડ નં. ૬/ક માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા  સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્‍ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ. જે સબબ તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં ન આવેલ હોય,  સવિતાબેન બચુભાઇ દાફડાને સરકારી કર્મચારીને ન શોભે તેવું તેમજ તેમના સુપરવાઈઝરી સ્‍ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝગડો કરી ગેરવર્તણૂક કરવા બદલ તાત્‍કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસપેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

(3:48 pm IST)