Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમદાવાદ-નાગપુર ટ્રેનને રાજકોટ સુધી લંબાવો : ચેમ્‍બર

યાત્રીકોના પ્રશ્‍ને ડીઆરયુસીસી મીટીંગમાં સુચનો

રાજકોટ,તા. ૨૮ : વેસ્‍ટર્ન રેલ્‍વે, રાજકોટ ડીવીઝન દ્વારા ડિવીઝનલ રેલ્‍વે યુઝર્સ કન્‍સલ્‍ટેટીવ કમિટિ (DRUCC)ની મીટીંગ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા દ્વારા મુસાફરોને રેલ્‍વે અંતર્ગત પડતી મુશ્‍કેલીઓ તથા વધુ સારી રેલ્‍વે સુવિધા મળી રહે તે અંગે વિવિધ પ્રશ્‍નો-સુચનો ધ્‍યાને મુકેલ.

ટ્રેન નં. ૨૨૧૩૭ પ્રેરણા એક્ષપ્રેસ અમદાવાદ-નાગપુર- અમદાવાદને રાજકોટ સુધી લંબાવવા, હાલમાં રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નં. ૨ ઉપર મુકવામાં આવશે એસ્‍કેલેટર માત્ર અપસાઇડની સુવિધા પુરી પાડે છે. તેથી આ સ્‍થળે ચોથુ એસ્‍કેલેટર તાત્‍કાલીક મુકવું. રાજકોટ-સુરેન્‍દ્રનગર ડબલ ટ્રેકની કામગીરીના કારણે અમુક ટ્રેનો રદ થતી હોય છે. જેના કારણે મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મુસાફરોને તકલીફ ન પડે તે માટે આવી રદ થતી ટ્રેનોની અગાઉ વ્‍હેલી જાણ કરવા દિન-પ્રતિદિન મુસાફરોના  ટ્રાફિકને ધ્‍યાનમાં રાખી જામનગર-અમદાવાદ-જામનગર ‘મેમુ' ટ્રેન તાત્‍કાલીક શરૂ કરવા સુચન કરેલ.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ ેએન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રશ્‍નો રજુઆતોને ધ્‍યાને લઇ સિનિયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજરશ્રીએ આ અંગે યોગ્‍ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની યાદીમાં જણાવેલ છે.

(4:06 pm IST)