Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કુવાડવા રોડ પીઆઇની બદલી અટકાવવાની માંગણી

રાજકોટઃ તાજેતરમાં શહેરના પોલીસ ઇન્‍સ્‍પેકટરોની થયેલી આંતરિક બદલીમાં કુવાડાવ રોડ પોલીસ સ્‍ટેશનથી મહિલા પોલીસ સ્‍ટેશનમાં બદલી પામેલા પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટની બદલી અટકાવવાની માંગણી સાથે કુવાડવા પંથકના ૨૪ ગામોના પ્રતિનિધીઓ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્‍યા હતાં. રજૂઆતકર્તાઓએ પીઆઇ ઝણકાટની કાર્ય પધ્‍ધતિના વખાણ કરી તેમની બદલી મોકુફ રાખી કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં જ યથાવત રાખવા સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદને રજૂઆત કરી હતી.

(4:09 pm IST)