Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રૈયાધારમાંથી ચોરાઉ માલવાહક છકડો રીક્ષા સાથે સગીર પકડાયો

ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી.ની ટીમે દબોચ્‍યો

રાજકોટ,તા. ૨૮ : શહેરના રૈયાધારમાંથી એક સગીરને ચોરાઉ માલવાહક રીક્ષા સાથે ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધારમાં એક શખ્‍સ ચોરાઉ છકડો રીક્ષા સાથે આવ્‍યો હોવાની ડીસીપી ઝોન-૨ની એલસીબીના હેડ કોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. જેન્‍તીગીરી  ગૌસ્‍વામી અને ધર્મરાજસિંહ ઝાલાને બાતમી મળતા રૈયાધાર ઝાકીર હુસેન સરકારી સ્‍કુલ પાસેથી એક સગીરને ચોરાઉ માલવાહક છકડો રીક્ષા સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે આ રીક્ષા દસ દિવસ પહેલા રૈયાધાર મચ્‍છોનગર મફતીયાપરામાંથી ચોરી કર્યાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી એલ.સી.બી.ના પી.એસ.આઇ એ.એલ.બારસીયા, હેડ કોન્‍સ.મૌલીકભાઇ સાવલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગૌસ્‍વામી, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ ઝાલા, જયપાલસિંહ સરવૈયા, તથા મનિષભાઇ સોઢીયા દ્વારા કરવામાં આવી હતી.

(4:12 pm IST)